મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (11:45 IST)

Corona Update India - 63 દિવસમાં પહેલીવાર દેશમાં એક લાખથી નીચે આવ્યા કોરોનાના નવા કેસ, સંકમણ દર પણ ઘટીને 4.62% પર

63 દિવસમાં પહેલીવાર દેશમાં એક લાખથી નીચે આવ્યા કોરોનાના નવા કેસ, સંક્રમણ દર પણ ઘટીને 4.62% પર આવી. 63 દિવસ પછી ભારતમાં પહેલીવાર કોરોનાના એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. બીજી બાજુ 66 દિવસ પછી કોરોનાના આટલા ઓછા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશભરમાં એક દિવસની અંદર કોરોના વાયરસના 86,498 નવા કેસ સામે આવ્યા છે. 
 
રાહતની વાત એ છે કે આ સમય દરમિયાન મોતના આંકડા પણ ઘટતા જોવા મળ્યા છે. છેલ્લા 24 લાકમાં દેશમાં 2123 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. 
 
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 13 લાખ 3 હજાર 702 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 97 હજાર 907 એક્ટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં દેશમાં 1 લાખ 82 હજાર 282 કોરોના દર્દીઓ સાજા થયા છે. આ સતત 26 મો દિવસ છે જ્યારે દૈનિક કેસ કરતા વધુ સંખ્યા કોરોનાથી ઠીક થનારા દર્દીઓની છે. 
 
દેશમાં કોરોનાથી ઠીક થનારાઓના દરમાં પણ વધારો થઈ રહ્યો છે અને હવે તે 94.29 ટકા પર પહોંચી ગયો છે. સાથે જ સાપ્તાહિક સંક્રમણ દર ઘટીને 5.94 ટકા પર આવી ગયો છે. ભારતમાં સતત 15  દિવસોથી દૈનિક સંક્રમણ દર 10 ટકાથી નીચે છે અને પહેલા આ 4.62 ટકા હતો.
 
આઈસીએમઆર અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 36 કરોડ 82 લાખ 7 હજાર 596 સેમ્પલનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 7 જૂને 18 લાખ 73 હજાર 485 6 સેમ્પલનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સાથે જ અત્યાર સુધીમાં 23,61,98,726 લોકોને કોરોના રસી લઈ લીધી છે.. તેમાંથી 7 જૂને 33,64,476 ડોઝ આપવામાં આવ્યા છે.