સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 6 મે 2021 (08:50 IST)

Corona update India - કોરોનાની બીજી લહેરે વરસાવ્યો કહેર, ભારતમાં તૂટ્યા બધા રેકોર્ડ, એક દિવસમાં 4.12 લાખ નવા કેસ, 4 હજાર મોત

કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કહેર વરસાવી દીધો છે. છેલ્લા બે-ત્રણ દિવસની કમી પછી એક વાર ફરીથી કોરોનાના નવા મામલામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે અત્યાર સુધી બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક દિવસમાં બુધવારે 4.12 લાખથી વધુ નવા કેસ અને લગભગ ચાર હજાર મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરૂઆત પછીથી એક દિવસમાં મળનારા કોરોના કેસ અને મોતોની આ સર્વાધિક સંખ્યા છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ દેશમાં બુધવારે 24 કલાકમાં કોરોના વાયરસના 412618 નવા કેસ સામે આવ્યા. બીજી બાજુ એક જ દિવસમાં કોવિડ-19 થી રેકોર્ડ 3982 લોકોના મોત પછી આ બીમારીથી જીવ ગુમાવનારાઓની સંખ્યા 2,30,010 થી વધુ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે આ નવા મામલા પછી કોવિડ 19ના કુલ મામલા વધીને  2,10,64,862 થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 એપ્રિલના રોજ એક દિવસમાં ચાર લાખથી વધુ કોરોના કેસ આવ્યા હતા. 
 
મે મહિનામાં કોરોના કેવી રીતે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે એ આ આંકડા દ્વારા સમજો 
 
5 મે 2021 : 412,618 નવા કેસ અને 3982 મોત 
4 મે 2021 : 382,691 નવા કેસ અને 3,786 મોત 
3 મે 2021 : 355,828 નવા કેસ અને 3,438 મોત 
2 મે 2021 : 370,059 નવા કેસ અને 3,422 મોત 
1 મે 2021 : 392,562 નવા કેસ અને 3,688 મોત 
 
સતત વધતા મામલા પછી દેશમા સારવાર કરાવતા દર્દીઓની સંખ્યા 35,62,746 થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ કેસોના 16.87 ટકા છે જ્યારે કે કોવિડ-19થી સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 82.03 ટકા નોંધાયો છે. બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 1,72,63,196 થઈ ગએએ છે. જ્યારે કે બીમારીથી મૃત્યુ દર ઘટીને 1.09 ટકા થઈ ગઈ છે.  આઈસીએમઆરના મુજબ, એક મે સુધી  29,48,52,078 સેમ્પલની તપાસ કરવામાં આવી છે, જેમાથી 15,41,299 સેમ્પલની મંગળવારે તપાસ કરવામાં આવી. 
 
 ભારતમાં કોવિડ-19ના કેસ 7 ઓગસ્ટના રોજ 20 લાખનો આંકડો પાર કરી ગયો હતો. ત્યારબાદ સંક્રમણના મામલા 23 ઓગસ્ટના રોજ 30 લાખ, પાંચ
 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર જતો રહ્યો હતો. વૈશ્વિક મહામારીના મામલા  28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો પાર કરી ગયા હતા. ભારતમાં મહામારીના મામલા 19 એપ્રિલના રોજ 1.50 કરોડને પાર ચાલ્યા ગયા હતા. 
 
દેશના 10 રાજ્યોમાં કોરોનાના લગભગ 71 ટકા નવા કેસ 
 
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 71 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોમાંથી આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી. નવા મામલામાં 70.91 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરલ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનથી આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 51,880 નવા કેસ આવ્યા છે, જ્યારે કર્ણાટકમાં 44,631 અને કેરલમાં કોરોના વાયરસ સંક્રમણના 37,190 નવા કેસની ચોખવટ થઈ છે.