ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 5 મે 2021 (21:00 IST)

ગુજરાત માટે રાહતના સમાચાર, આજે 13 હજારથી ઓછા કેસ નોંધાયા, રિકવરી રેટ વધ્યો

ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહેલા પર કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે 12,955 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 12,995 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,77,391 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 75.37 ટકાએ પહોંચ્યો છે. 
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,00,91,519 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 27,51,964 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,28,43,483 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 36,226 લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
 
તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 30,678 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 12,955 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 12,995 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 75.37 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,77,391 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,48,124 એક્ટિવ કેસ છે. જ્યારે 792 લોકો વેન્ટિલેટર પર છે. 1,47,332 લોકો સ્ટેબલ છે. 4,77,391 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,912 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 133 લોકોનાં મોત નિપજ્યાં છે.

અમદાવાદ કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 8, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 9, અને જૂનાગઢ કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 3, મહેસાણા 2, વડોદરા 5, સુરત 5, જામનગર 5, પંચમહાલ 2, નવસારી 1, દાહોદ 1, સુરેંદ્રનગર 2, જુનાગઢ 5, ગીરસોમનાથ 1, મહીસાગર 2, ખેડા 2, કચ્છ 3, રાજકોટ 6, આણંદ 1, અમરેલી 1, બનાસકાંઠા 4, પાટણ 1, સાબરકાંઠા 5, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, વલસાડ 1, મોરબી 1, ભરૂચ 2, નર્મદા 2, ભાવનગર 5, અમદાવાદ 1, અને બોટાદ 1 એમ એમ કુલ 133 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.