સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 6 મે 2021 (07:52 IST)

કોરોનાની બીજી લહેર પછી હર્ડ ઈમ્યુનિટી તરફ વધી રહ્યુ છે ભારત ? જાણો શુ કહે છે એક્સપર્ટ્સ

કોરોનાની બીજી લહેરે આખા દેશમાં ભારે તબાહી કરી છે. જે દેશે કોરોનાની પહેલી લહેર પર જીત મેળવી હતી, બીજી લહેરની સુનામીએ તેને ઘૂંટણિયે લાવી દીધો છે.  હોસ્પિટલમાં બેડ ફુલ, દર્દીઓ માટે ઓક્સીજન નથી અને સમયસર એંબુલેંસ મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. પણ આ પહાડ જેવા પડકાર વચ્ચે પણ એક વાતે લોકો વચ્ચે આશા જગાવી છે.  બધાને લાગવા માડ્યુ કે બીજી લહેર પછી ભારત હર્ડ ઈમ્યુનિટીની તરફ વધી ગયુ છે. હવે આ વિશે એક્સપર્ટે પોતાના વિચાર જણાવ્યા છે. 
 
હર્ડ ઈમ્યુનિટીની તરફ ભારત  ?
 
પહેલા તમને બતાવી દઈએ છે કે હર્ડ ઈમ્યુનિટીનો મતલબ શુ હોય છે, સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ દેશની મોટી વસતી એક વાયરસથી સંક્રમિત થઈ જાય છે કે પછી મોટાભાગના લોકોને વેક્સીન લગાવી દેવામાં આવે છે, ત્યારે માણસના શરીરમાં એ વાયરસના વિરુદ્ધ એન્ટીબોડી બની જાય છે. આવુ થવાની સાથે જ સંક્રમણનો ખતરો ઘટી જાય છે અને જોતજોતામાં મહામારી કમજોર પડી જાય છે.  હવે ભારતની વાત કરીએ તો બીજી લહેરનુ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાયુ છે, R રેટ પણ 1.4 રહ્યો છે.  આવામાં દેશનો એક મોટો ભાગ વાયરસની ચપેટમાં આવ્યો છે 
 
રણદીપ ગુલેરિયાએ શુ બતાવ્યુ  ? 
 
પણ આશ્ચર્યની વાત એ છે કે આ બધુ થવા છતા પણ ભારત હર્ડ ઈમ્યુનિટીની નિકટ પહોચી શક્યુ નથી. AIIMS ના ડાયરેકટર રણદીપ ગુલેરિયા જણાવે છે કે દિલ્હીમાં કોરોનાનો સૌથી ખરાબ માર જોવા મળ્યો છે. ત્યા વાયરસ એટલો ફેલાયો છે કે બધાને લાગે છે કે હર્ડ ઈમ્યુનિટીવાળી સ્ટેજ આવી ગઈ છે. સીરો સર્વેમાં પણ જોવા મળ્યુ છે કે 50 થી 60 ટકા લોકોની અંદર એંટીબોડી હતી. આ આંકડાને જોઈને કહી શકાતુ હતુ કે દિલ્હીમાં હર્ડ ઈમ્યુનિટી થઈ ગઈ છે, પણ હવે સ્થિતિ બિલકુલ બદલાય ગઈ છે. 
 
ICMR ના આંકડા શુ કહે છે  ? 
 
ICMRનુ પણ માનીએ તો હજુ પણ દેશની એક મોટી વસ્તી કોરોનાની ચપેટમાં આવી શકે છે. આવામાં હર્ડ ઈમ્યુનિટીની વાત કરવી પણ બેઈમાની છે. એક્સપર્ટ માને છે કે હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ દેશને મહામારીથી બચાવી શકાતુ નથી. તેથી બધુ જોર વેક્સીનેશન પર આપવુ જરૂરી છે.  જેનાથી એ વાયરસ વિરુદ્ધ એક મજબૂત હથિયાર તૈયાર થઈ શકે.  બીજી બાજુ વાયરસ હવે સતત પોતાનુ સ્વરૂપ બદલી રહ્યુ છે, અનેક પ્રકારના મ્યૂટેશન થતા દેખાય રહ્યા છે. આ કારણે પણ હર્ડ ઈમ્યુનિટીના સહારે બેસી પણ નથી રહી શકતા.