સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (10:37 IST)

Corona Update India - દેશમાં સતત મંદ પડી રહેલ કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3120 પર આવી

દેશમાં સતત મંદ પડી રહી છે કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3129 પર આવી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ સમયગાળા દરમિયાન કોરોનાને હરાવનારાઓની સંખ્યા આના કરતા ઘણી વધારે છે. કોરોના સંકમણથી થતા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે પરંતુ તે હજુ ચિંતાજનક બનેલી છે. 
 
મળી આવેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 1 લાખ 53 હજાર 347 નવા કેસ નોંધાયા છે. આની સાથે દેશભરમાં કોરોના સંકમણનો કુલ આંક 2 કરોડ 80 લાખ 46 હજાર 957 પર પહોંચી ગયો છે.
 
સાથે જ હવે કોરોનાના સક્રિય કેસ 20 લાખ 22 હજાર 103 પર આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં  2 લાખ 37 હજાર 568 લોકો કોરોનાથી સાજા થયા છે.
 
જો કે આ સમય દરમિયાન 3 હજાર 129 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે હવે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 3 લાખ 29 હજાર 127 સુધી પહોચી ગઈ છે.