સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 31 મે 2021 (10:24 IST)

બંગાળના કોચવિહારમાં BJP કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકતી જોવા મળી TMC પર હત્યાનો આરોપ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગયા છે. ચૂંટણીના પરિણામ જાહેર થત એક મહીનો થઈ ગયો છે, પરંતુ રાજ્યમાં રાજકીય ઘર્ષણ ચાલૂ છે. ઉત્તર બંગાળના કોચબિહાર જિલ્લામાં વિરોધી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર્તાની લાશ  ઝાડ પરથી લટકતી મળી છે. બીજેપીએ તેને મર્ડર જણાવતા સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. ટીએમસીએ આરોપ ફગાવી દીધું છે. 
 
જાણકારી  મુજબ બંગાળના કોચબિહારમાં ભાજપના કાર્યકર્તાની લાશ ઝાડ પરથી લટકેલી મળી. દિવંગત બીજેપી કાર્યકર્તામી ઓળખ ક્ષેત્રના નિવાસી અનિલ બર્મનના રૂપમાં થઈ છે. બીજેપીનો આરોપ છે કે ગયી 
રાત અનિલ બર્મન તેમના ઘર પરત ન આવ્યો ત્યારે તેની શોધખોળ શરૂ કરી. અનિલનો મૃતદેહ ઘરથી થોડે દૂર જંગલમાં ઝાડથી લટકતો મળ્યુ.
 
પાર્ટી કાર્યકર્તા અનિલ બર્મનની મોતને બીજેપીએ કાર્યકર્તા મર્ડર જણાવ્યુ છે. બીજેપીએ કયુ છે કે અનિલ અનિલ બર્મનની હત્યા કરાઈ છે. અને તેની પાછળ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા છે. પ્રદેશના મુખ્ય વિપક્ષી 
 
પાર્ટીની સાથે આ આરોપ પર મૂકવામાં આવ્યુ છે કે ચૂંટણી પછી તરત જ અનિલ બર્મનના ઘરે હુમલો કરાયો હતુ અને બર્મનના ઘરની તોડફોડ કરવામાં આવી હતી.
 
ટીએમસીએ આ આરોપોને ફગાવી દીધા 
ટીએમસીએ ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. ટીએમસી કહ્યુ કે અનિલ બર્મનની માનસિક સ્થિતિ સારી નહોતી, અનિલ બર્મને આત્મહત્યા કરી છે. બીજી બાજુ,
 
ઝાડ પર લાશ મળતાની સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે