West Bengal Lockdown: પશ્ચિમ બંગાળમા 15 દિવસનુ કંપ્લીટ લોકડાઉન ? જાણો શુ રહેશે ચાલુ શુ રહેશે બંધ
દેશમાં ચાલી રહેલા કોરોના કહેરની વચ્ચે પશ્ચિમ બંગાળમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારે કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે 16 મેથી 30 મે સુધી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધી છે. આ સમયગાળા દરમિયાન, ફરજિયાત સેવાઓ સિવાયની તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. શાળા-કોલેજો સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
બંગાળમાં, 16 મેથી શરૂ થનારા 15 દિવસના સંપૂર્ણ લોકડાઉન દરમિયાન ખાનગી વાહનો, ટેક્સીઓ, બસો, મેટ્રો ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન, બંગાળમાં જરૂરી સેવાઓ સિવાય, કંઈપણ ચાલુ રહેશે નહીં અને ફક્ત તેમની સાથે સંકળાયેલા લોકોને જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. બંગાળમાં ફક્ત 50 લોકોને જ લગ્નમાં ભાગ લેવાની મંજૂરી આપી છે જ્યારે વધુમાં વધુ 20 લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકશે. તેમજ ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
આદેશ મુજબ બંગાળમાં કરિયાણા જેવી જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 7 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલશે, જ્યારે કે મીઠાઇની દુકાનો સવારે 10 થી સાંજના 5 સુધી ખુલશે. આ દુકાનો રવિવારે સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે, પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે અને બેંકોને સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી રહેશે.
ઉલ્લેખનીય છે કે બંગાળમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 131792 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં, કોરોનાથી 12993 લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 950017 લોકો સાજા થયા નથી.