શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 15 મે 2021 (07:35 IST)

ભારતમાં કોરોનાની સ્થિતિથી WHO ચિંતિત, ટ્રેડોસ બોલ્યા - લોકો દાખલ થઈ રહ્યા છે અને મોત થઈ રહી છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયિયસે શુક્રવારે કહ્યુ કે ભારતની કોવિડ-19ની સ્થિતિ ચિંતાજનક છે. જ્યા અનેક રાજ્યોમાં સંકમણના ચિંતિત કરનારા આંકડા સામે આવી રહ્યા છે, હોસ્પિટલોમાં લોકો દાખલ થઈ રહ્યા છે અને મોત થઈ રહ્યા છે. 
 
તેમણે ચેતવણી આપતા કહ્યુ કે મહામારીનુ બીજુ વર્ષ  દુનિયા માટે પ્રથમ વર્ષ કરતા વધુ ઘાતક સાબિત થશે.  ઘેબ્રીયેઝે કહ્યું કે ડબ્લ્યુએચઓ કોવિડ -19 ના વધતા જતા કેસોનો સામનો કરવામાં ભારતની મદદ કરી રહ્યું છે અને હજારોની સંખ્યામાં ઓક્સીજન સાધનો, અસ્થાયી અને સ્થાયી હોસ્પિટલો માટે તંબુઓ, માસ્ક અને અન્ય તબીબી સામગ્રીનો પુરવઠો મોકલી રહ્યુ છે. 
 
વિશ્વ બોડીના ડાયરેક્ટર જનરલે દૈનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે "ભારતની સ્થિતિ ચિંતાજનક રહી છે, ઘણા રાજ્યોમાં કેસ ચિતાજનક રીતે કેસ વધતા જઈ રહ્યા છે.  હોસ્પિટલમાં દાખલ થનારા લોકો અને મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેમણે કહ્યું, 'અમે ભારતને મદદ કરી રહેલા તમામ ભાગીદારોનો આભાર માનીએ છીએ.
 
શુક્રવારે 3 લાખ 43 હજાર કેસ 
 
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 3 લાખ 43 હજાર 144 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42 હજાર 582 નવા કેસ આવ્યા છે. ત્યારબાદ કેરલમાં 39 હજાર 955 અને કર્ણાટકમાં 35 હજાર 297 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધીમાં  કોવિડ -19 ના  31 કરોડથી વધુ સેમ્પલ ચકાસવામાં આવ્યાં છે અને કુલ સંક્રમણ દર થોડો વધીને 7.72 ટકા થઈ ગયો છે. જો કે  દૈનિક સંક્રમણ દરમાં થોડો ઘટાડો આવ્યો છે અને આ 20.08 ટકા થઈ ગયો છે.