શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (17:15 IST)

માઉંટ ત્રિશૂલ ફતેહ કરવા ગયેલા ઈંડિયન નેવીના દળ એવલોંચની ચપેટમાં આવ્યા, 5 પર્વતારોહી થયા ગાયબ, રેસ્ક્યુ ટીમ રવાના

ઉત્તરાખંડના માઉંટ ત્રિશુલ (Mount Trishul) ને ફતેહ કરવા ગયેલા નેવી (Indian Navy) ના પર્વતારોહી દળ એવલૉન્ચ  (Avalanche) ની ચપેટમાં આવી ગયા. આ 20 લોકોના દળના લગભગ 5 જવાનો ગાયબ થવાના સમાચાર છે. આ ઘટનાની માહિતી મળતા જ નેહરુ પર્વતારોહણ સંસ્થા  (NIM)ઉત્તરકાશીની ટીમ રાહત-બચાવ માટે રવાના થઈ ગઈ છે. 

 
માહિતી અનુસાર, 3 સપ્ટેમ્બરના રોજ 7,120 મીટર ઊચા ત્રિશુલ શિખરને ફતેહ કરવા માટે આ ટીમને મુંબઈથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના પ્રિન્સિપાલકર્નલ અમિત બિષ્ટ (Colonel Amit Bisht) કહ્યું કે શુક્રવારે સવારે, ટીમના લગભગ 10 લોકો શિખર પર ચઢી ગયા. આ દરમિયાન અચાનક હિમસ્ખલન થયુ, આ હિમપ્રપાતની પકડમાં નેવી ક્લાઇમ્બર્સ આવ્યા હતા. આમાંથી 10 માંથી 5 સલામત છે જ્યારે બાકીના 5 ગુમ છે. જે બાદ હવે NIM ની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ ઉત્તરકાશીથી હેલિકોપ્ટર મારફતે ગુમ થયેલા ક્લાઇમ્બર્સની શોધ માટે રવાના થઇ છે.