સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 30 ઑક્ટોબર 2021 (17:41 IST)

વિવાદોમાં JNU પ્રશાસન, વેબિનારના વિષય ‘Indian Occupation In Kashmir' ના વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (Jawaharlal Nehru University) ના 'સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝ'ના એક વિભાગનો વિવાદાસ્પદ વેબિનાર ટીકાનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત શનિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.  હકીકતમાં આ ફરિયાદનું કારણ વેબિનારનું નામ છે, જેના વિષયના શીર્ષક સેંટરનુ નામ  "Indian Occupation in Kashmir" મુકાયુ છે. ફરિયાદ નોંધાવનારા એડવોકેટ અને સામાજીક કાર્યકર્તા વિનીત જીંદલ (Vineet Jindal) એ (Centre for Women's Studies), એ જેએનયુ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. દાખલ કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ વાક્ય એવું લાગે છે કે જાણે કાશ્મીર પર ભારત સરકાર દ્વારા બળજબરીથી કબજો કરવામાં આવ્યો હોય.
 
પ્રોફેસર ધનંજયે કહ્યું કે આવો કાર્યક્રમ યોજવો દુર્ભાગ્યપૂર્ણ છે. હુ આ માટે મારા તરફથી માફી માંગુ છુ. મને એ વાતનું દુખ છે કે ફરી એકવાર JNUને આવા આરોપોનો ભોગ બનવું પડ્યું છે. આનાથી યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પહોંચી છે. નોંધનીય છે કે, આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
 
તેમણે કહ્યું કે જેએનયુ તરફથી આવી ઘટનાનું આયોજન કરવું નિંદનીય છે, જેમાં કાશ્મીરને ભારતના કબજા હેઠળનો ભાગ આવ્યો છે. આના પર દલીલ કરતા તેમણે કહ્યું કે કાશ્મીરના કેટલાક ભાગો ભારત સરકારના નહીં પરંતુ પાકિસ્તાનના કબજામાં છે. આવી ઘટનાનો હેતુ લોકોને કાશ્મીર વિરોધી બનાવવા અને ભડકાવવાનો હતો, તે પરવાનગી વિના આયોજિત કરવામાં આવ્યો હતો.