શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (10:48 IST)

યોગ દિવસ - અમિત શાહ અને CM ખટ્ટર જતા જ રોહતકમાં ચટાઈની લૂંટ

હરિયાણાના રોહતમાં યોગ ખતમ  થતા જ ચટાઈઓની લૂંટ મચી ગઈ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહી યોગ કર્યો. કાર્યક્રમ ખતમ થતા જ મેદાનમાં પાથરેલી મૈટ ઉઠાવીને લોકો ભાગવા માંડ્યા. લોકો વચ્ચે લડાએ એ ઝગડાનો પણ થવા માંડ્યો.  
 
આજે સમગ્ર વિશ્વ ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. મોદી સરકાર તરફથી દેશના દરેક ખૂણામાં મેગા ઈવેન્ટનું આયોજન કરાયું છે. વડા પ્રધાને રાંચીમાં યોગ કર્યા હતા. તો રોહતકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હજારો લોકો સાથે યોગ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા.
 
રોહતકમાં આ યોગ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી. હજારો લોકો માટે ચટાઈ પાથરવામાં આવી હતી. કાર્યક્રમ ખત્મ થયા બાદ અચાનક દોડધામ મચી ગઈ હતી. બધા પોતાની ચટાઈ લઈને ભાગી રહ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ જ્યારે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો તો મામલો વધારો ગરમાયો હતો. અને આયોજકો સાથે લોકોએ બોલાચાલી પણ કરી હતી.