શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર: , ગુરુવાર, 20 જૂન 2019 (16:10 IST)

21મીએ સ્ટેસ્યૂ ઓફ યૂનિટી ખાત ઉજવાશે વિશ્વ યોગ દિવસ, CM રૂપાણી આપશે હાજરી

21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આ દિવસની સમગ્ર વર્લ્ડમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતના સીએમ રૂપાણીએ 21મીના રોજ કેવડીયા ખાતે સ્ટેસ્યૂ ઓફ યુનિટી પાસે યોગ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેઓ ત્યાં યોગ કરશે અને સાથે આ કાર્યક્રમમાં સાધૂ-સંતો પણ હાજર રહેશે. તેઓ હેલિકોપ્ટર દ્વારા તે દિવસે અમદાવાદથી કેવડીયા પહોંચશે.
 
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રથમ વખત વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી હાજરી આપશે. જોકે, તેમની સાથે દેશના જૂદા જુદા રાજ્યોના 500થી વધારે સાધૂ-સંતો હાજર રહેશે. ત્યારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થતા નર્મદા જિલ્લાના વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેમને કામગીરી સોંપી દેવામાં આવી છે. ત્યારે સુરક્ષાની તૈયારીઓમાં પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીએમ રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી સહીતના દિગ્ગજોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જાડાયો હતા. તો લોકો સાથે પણ સીએમ રૂપાણીએ યોગા કર્યા હતા.