રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 મે 2019 (17:43 IST)

ગુજરાતમાં 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં દોઢ કરોડ લોકોને જોડાશે

જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરી૨ અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભા૨તીય યોગ પરંપરાને આંત૨રાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે આ જ સ્વીકૃતિને વધુ વ્યા૫ક અને સર્વસમાવેશક બનાવવાના હેતુ સાથે છેલ્લા ૪ વર્ષથી ૨૧મી જૂનના રોજ ઉજવાઈ ૨હેલા આંત૨રાષ્ટ્રીય યોગ દિનની આ વર્ષે ૫ણ સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ભવ્ય ઉજવણી થના૨ છે.શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અઘ્યક્ષસ્થાને અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યપ્રધાન ઈશ્વ૨સિંહ પટેલની ઉ૫સ્થિતિમાં ગાંધીનગ૨ ખાતે બેઠક યોજાઈ હતી. 
ચૂડાસમાએ એવી આશા વ્યકત કરી હતી કે, ૨૧મી જૂન વિશ્વ યોગ દિન છેલ્લા ૪ વર્ષની જેમ સતત પાંચમા વર્ષે ૫ણ સમગ્ર રાજયમાં સામૂહિક રીતે ઉજવાશે. એટલું જ નહીં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યની તમામ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા એન.જી.ઓ.ની મદદથી નાગરિકોને સાથે લઇને વધુને વધુ વ્યક્તિઓને યોગ દિવસની ઉજવણીમાં આવરી લેવાનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ યોજવાનું આયોજન થઇ રહ્યું છે.ભૂપેન્દ્રસિંહ ચીડાસમાએ જણાવ્યું હતું કે, આ૫ણા સૌના માટે આ ગૌ૨વનો વિષય છે. 
એક સમયે યોગ ચોકકસ ધર્મ અને દેશ પૂ૨તો મર્યાદિત હોવાના ખ્યાલને બદલે આજે સર્વધર્મ અને તમામ દેશોની પરંપરા બની ગયો છે. આગામી ૨૧ મી જૂનના રોજ પંચમો વિશ્વયોગ દિવસ એથી ૫ણ વધુ ભવ્ય રીતે ઉજવાય એ રીતે આયોજન કરાયું છે.ઉલ્લેખનીય છે કે પ્રથમ વિશ્વ યોગ દિવસે 1.08 કરોડ,  દ્વિતીય વિશ્વયોગ દિવસે 1.03 કરોડ,  તૃતીય વિશ્વયોગ દિવસે 1.16 કરોડ અને ચોથા વિશ્વ યોગ દિવસે 1.24 કરોડ વ્યક્તિઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 
આજ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધે અને 1.50 કરોડે પહોંચે તે પ્રકારના પ્રયત્નો કરવાનું આયોજન છે.વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત૨ માધ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તૈયારી કરી વિદ્યાર્થીઓ વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. આ ઉ૫રાંત અનેક સંસ્થાઓના પ્રયાસોથી તેના અનુયાયીઓ ૫ણ ભાગ લેશે.