ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 મે 2019 (13:07 IST)

ગુજરાતના આ મંત્રી શપથવિધિમાં નહીં દેખાતા અનેક તર્કવિતર્કો શરુ થયાં

રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં સંઘ સરકારની નવી કેબિનેટે શપથ ગ્રહણ કર્યાં. આ કાર્યક્રમમાં અનેક હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. ગુજરાતના અનેક નેતાઓ પણ ત્યાં કાર્યક્રમમાં સામેલ થયાં હતાં પણ ગુજરાત સરકારના મંત્રી વાસણ આહિર ત્યાં દેખાયા નહોતા. તેમના નહીં દેખાવાથી હવે અનેક તર્કવિતર્કો શરુ થઈ ગયાં છે. ગુજરાતમાંથી દિલ્હી પહોંચેલા ભાજપના નેતાઓમાં વાસણ આહિરને રાજ્યની સરકારમાંથી પડતા મુકાશે એ ધારણાં વધુ દ્દઢ થઈ છે. લોકસભા ચૂંટણી દરમિયાન કચ્છ ભાજપના મહિલા નેતા સાથે રાજ્યમંત્રી વાસણ આહિરના અભદ્ર વાતચીતની અસંખ્ય ઓડિયો ક્લિપ સોશ્યલ મિડિયામાં વાઈરલ થઈ હતી. ભાજપમાંથી જ અંદરખાને આ મંત્રી સામે કાર્યવાહીનો સુર ઉઠયો હતો. હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ છે, કેન્દ્રમાં નવી સરકારની રચના પણ થઈ ચૂકી છે ત્યારે આવનારા ટૂંક સમયમાં ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ વખતે ભાજપના મોટાનેતાઓ, મહિલા આગેવાનોના મોંઢા શરમથી ઝુકી જાય તેવા વિવાદમાં સંડોવાયેલા રાજ્યમંત્રીને પડતા મુકાશે તે નિશ્ચિત છે. દિલ્હીમાં નવી સરકારની રચના, મંત્રીમંડળની શપથવિધી પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્યના અધિકાંશ મંત્રીઓ, પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાંથી ભાજપના ૨૦૦થી વધુ આગેવાનો, નેતાઓ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આગેવાનો વચ્ચે તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં આવેલા અને અત્યારે રાજ્ય સરકારમાં મંત્રીપદે રહેલા પેરાશુટ નેતાઓ દ્વારા દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથે સેલ્ફીબાજી જોઈને મુળ ભાજપના નેતાઓ પણ સ્તબ્ધ થઈ ઉઠયા હતા.