સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જૂન 2018 (12:38 IST)

યોગ દિવસની અનોખી ઉજવણી, ક્યાંક બુરખો પહેરીને તો ક્યાંક બાળકોએ સ્કેટિંગથી યોગ કર્યાં

આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 21 જૂને વિશ્વભરમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજકાલ અવનવી રીતે યોગ કરીને સ્વસ્થ રહેવાનો  ટ્રેન્ડ શરુ થઈ ચુક્યો છે. જાણીએ રાજ્યમાં કેવી કેવી રીતે યોગની દિવસની ઉજવણી કરવામાં આવી.યોગાએ ભારતની વિશ્વને અમૂલ્ય ભેટ છે.

વિશ્વએ પણ યોગાને સ્વીકારી વિશ્વ યોગા દિવસની ઉજવણી કરી હતી. ત્યારે વડોદરાના આજવા રોડ પર સામુહિક યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ એકત્રિત થઇ હતી અને બુરખા પેહરી યોગાના આસનો કર્યા હતા.અરવલ્લીના મોડાસામાં પહેલી વખત બાળકોએ સ્કેટિંગ યોગા કર્યા. બાળકોએ સ્કેટિંગ પર વિવિધ યોગાસન કર્યા હતા. વાદળછાયા વાતાવરણ અને વરસાદની શક્યતા વચ્ચે પણ વહેલી સવારથી જ બાળકો યોગ કરવા માટે ઉમટ્યા. સ્કૂલના પરિસરના આ છે આકાશી દ્રશ્યો. જેમાં બ્લૂ કપડામાં સજ્જ બાળકો યોગ કરતા દેખાઈ રહ્યા છે. જેને પગલે એક સુંદર નજારો સર્જાયો હતો.પોરબંદરની ચોપાટી ખાતે પણ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં કોસ્ટગાર્ડના અધિકારીઓ અને પદાધીકારીઓએ પણ જોડાયા હતા.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોથી લઈને વૃદ્ધો એમ દરકે વર્ગના લોકો મોટી સંખ્યામાં પોરબંદરની ચોપાટી ખાતે પહોંચીને શરીર અને મનને સ્વસ્થ બનાવતા યોગ કરતા જોવા મળ્યા હતા.આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અમે આપને બતાવીએ કે બોલિવૂડ એકટર સુનિલ શેટ્ટી યોગ કરીને કેવી રીતે પોતાને રાખે છે સ્ફૂર્તિમય.સુરતમાં અભિનેતા સુનિલ શેટ્ટીએ સુરતીઓને યોગ શીખવાડ્યા હતા. યોગ શીખવાડતા સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે સારા આરોગ્ય માટે યોગ ખૂબ જરૂરી છે. તેમની પોતાની ફિટનેસ માટે પણ યોગાએ ફાયદો કરાવ્યો છે.