શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 21 જૂન 2018 (12:26 IST)

વિશ્વમાં ક્યારેય નહીં બન્યો હોય આવો કિસ્સો, માત્ર આઠ જ વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

આખા વિશ્વમાં ક્યારેય નહીં બન્યો હોય તેવો કિસ્સો સુરતમાં બનવા પામ્યો છે. માત્ર આઠ જ વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતની ઘટનાને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સચિન જીઆઇડીસીમાં ઉમંગ રેસિડેન્સીના રૂમ નં. 401માં રહેતા અને સચિન જીઆઇડીસીના કાપડના ખાતામાં
સંજયભાઈ પટેલ કામ કરે છે. સંજયભાઈ પટેલનો આઠ વર્ષનો પુત્ર અક્ષયે બુધવારે બપોરે સાડા બાર વાગ્યે પોતાના ઘરે જ પંખા સાથે નાઇલોનની દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ અક્ષય અને તેની માતા ઘરે હાજર હતા. તે વખતે તેની માતા ઘરની બહાર દરવાજા પાસે અન્ય બે મહિલાઓ સાથે વાત કરી રહ્યા હતા અને અક્ષય રમતા રમતા ઘરમાં ગયો હતો. માતાને કલ્પના પણ ન હતી કે તેનો પુત્ર આવું કરશે. તે વાતોમાં મશગૂલ હતા તે વખતે અક્ષય ઘરમાં આપઘાતની તૈયારી કરતો હતો. તેણે નાઇલોનની દોરી શોધી હતી. ત્યાર પછી પંખા સુધી પહોંચવામાં તેનો પનો ટૂંકો પડ્યો હતો. તો અક્ષયે ખુરશી શોધી હતો. તેના પર એક ગોદડું અને ચાર-પાંચ ઓશિકાં મૂક્યાં હતો. ત્યારબાદ તે પંખાની હૂંક સુધી પહોંચ્યો અને ફાંસો ખાઈ લીધો હતો. થોડા સમય પછી પણ અક્ષય ઘરમાંથી બહાર ન આવતાં તેની માતાએ ઘરમાં જઈને જોયું તો તેના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા કારણ કે તેનો પુત્ર મૃત હાલતમાં લટકાતો જોવા મળ્યો હતો.