સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (11:53 IST)

સુરતમાં કોણે કર્યું સવા વર્ષના બાળકનું અપહરણ, કારણ જાણીને ચોંકી જશો

સુરતના ઓલપાડ વિસ્તારમાં સવા વર્ષના બાળકનું અપહરણ કર્યાની રાવ ઉઠી હતી. બે દિવસ પહેલાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરતાં આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી બાળકની માતાનો પ્રેમી નીકળ્યો હતો. અગાઉ બાળકની માતા અને આરોપીએ પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપી દારૂનો વ્યસની હોવાથી માતાએ તેને છોડી દીધો હતો.પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઓલપાડના દીહેણ ગામે સવા વર્ષના બાળકના અપહરણ કરવામાં આવ્યું હતુ. પોલીસે આરોપીને પકડવા એસ.આઈ.ટી બનાવી હતી.પોલીસની એક ટીમ આરોપીના ગામે પહોંચી હતી. પોલીસની ભીંસ વધતા આરોપી બાળકને લઈને ઓલપાડના દિહેણ ગામે પોહચ્યો હતો.પોલીસે આરોપીને ઝડપી પાડી બાળકનો કબ્જો મેળવી પરિવારને સોંપ્યો છે. બાળકની માતાની સાથે આરોપીએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપી દારૂ પીવાની ટેવ વાળો હોવાથી તેની પત્ની તેને મૂકી ભાગી ગઈ હતી માટે આરોપી પત્નીની ભાળ મેળવવા દીકરાનું અપહરણ કર્યું હતું.