શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જૂન 2018 (14:16 IST)

પાડોશી સાથે સંબંધ બાંધતી પરણિતાએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

સેલવાસના મસાટ ગામમાં પરિણીત યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતા પતિની ગેરહાજરીમાં વહેલી સવારે પાડોશી યુવક સાથે રંગરેલિયા કરી રહી હતી, ત્યારે જ પતિ આવી જતાં પત્નીનો ભાંડો ફૂટી ગયો હતો. પતિએ કામલીલા પકડી પાડતાં યુવતીએ આપઘાત કરી લીધો હતો. સેલવાસના મસાટ ગામે ચંદન યાદવ પત્ની બીના સાથે રહે છે. તેમના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. બીનાને થોડા સમય પહેલા પાડોશમાં રહેતા યુવક સાથે આંખ મળી ગઈ હતી. બીના પતિની ગેરહાજરીમાં આ યુવકને બોલાવતી હતી અને તેની સાથે રંગરેલિયા માણતી હતી. ગત 18મીએ ચંદનને કંપનીમાં નાઈટ શિફ્ટ હોવાથી તે નોકરી પર ગયો હતો. જેનો લાભ લઈ પત્ની બીનાએ પ્રેમીને વહેલી સવારે મજા કરવા બોલાવ્યો હતો. બીજી તરફ આ પ્રેમી યુવકની પત્નીને પતિની કામલીલા અંગે શંકા જતાં તેણે તેનો પીછો કર્યો હતો. તે બીનાના ઘરમાં જતાં તેણે પીછો કર્યો હતો અને પતિની કામલીલા જોઇ ગઈ હતી. આથી યુવકની પત્નીએ બીનાના પતિને ફોન કરીને બંનેની કરતૂત અંગે જાણ કરી હતી. જેથી ચંદન તરત ઘરે આવી ગયો હતો અને ચંદને દરવાજો ખખડાવતાં પત્નીનો પ્રેમી ડરી ગયો હતો અને બાથરૂમમાં ભરાઈ ગયો હતો. બીજી તરફ બીનાએ દરવાજો ખોલતાં જ ચંદન અંદર ઘૂસી ગયો હતો અને પાડોશી યુવકને બાથરૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો. જોકે, યુવક ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ બીનાની હરકતો અંગે તે બીનાની માતાને ફોન કરે તે પહેલા બીનાએ ડરના માર્યા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.