શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (17:30 IST)

Neuroendocrine Tumor - શુ છે આ બીમારી ? જાણો તેના લક્ષણ અને સારવાર વિશે

એક્ટર ઈરફાન ખાને ટ્વિટર પર પોતાની દુર્લભ બીમારીને લઈને એક નિવેદન રજુ કર્યુ છે. 
5 માર્ચના રોજ તેમણે જણાવ્યુ હતુ કે તેઓ એક ખતરનાક બીમારીથી પીડિત છે જ્યાર પછી બધા તેમની બીમારી વિશે અંદાજ લગાવી રહ્યા હતા. 
 
શુક્રવારે ટ્વીટ કરી ઈરફનએ જણાવ્યુ કે તેમને ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર છે. તેમણે આગળ લખ્યુ કે જીવનમાં અનપેક્ષિત ફેરફાર તમને આગળ વધતા શીખવાડે છે. મને વીતેલા કેટલાક દિવસોનો અનુભવ આ જ છે.  જાણવા મળ્યુ છે કે મને ન્યૂરોએંડોક્રાઈન ટ્યુમર થઈ ગયુ છે. તેને સ્વીકાર કરવુ મુશ્કેલ છે. પણ મારી આસપાસના જે લોકો છે તેમના પ્રેમ અને તેમની પ્રાર્થનાઓએ મને શક્તિ આપી છે. થોડી આશા બંધાવી છે. હાલ બીમારીનો ઈલાજ માટે મારે દેશથી દૂર જવુ પડી રહ્યુ છે. પણ હુ ઈચ્છુ છુ કે તમે મને તમારા સંદેશ મોકલતા રહો... 
 
શુ આ મસ્તિષ્ક સાથે જોડાયેલી બીમારી છે 
 
પોતાની બીમારી વિશે ઈરફાને આગળ લખ્યુ છે ન્યૂરો સાંભળીને લોકોને લાગે છેકે આ સમસ્યા જરૂર માથા સાથે જોડાયેલી છે પણ એવુ નથી. એના વિશે વધુ જાણવા માટે તમારે ગૂગલ પર સર્ચ કરવુ પડશે. જે લોકોને મારા શબ્દોની પ્રતિક્ષા કરી રાહ જોઈ કે હુ મારી બીમારી વિશે કશુ કહુ એમને માટે હુ અનેક સ્ટોરીઓ સાથે પરત જરૂર આવીશ. 
 
શુ હોય છે આ ટ્યૂમરમાં ?
 
- ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર એક દુર્લભ પ્રકારનુ ટ્યૂમર હોય છે. જે શરીરમાં અનેક અંગોમા પણ વિકસિત થઈ શકે છે. જો કે દર્દીઓની સંખ્યા બતાવે છે કે આ ટ્યૂમર સૌથી વધુ આંતરડામાં થાય છે. 
 
- તેની શરૂઆતી અસર એ બ્લડ સેલ્સ પર થાય છે જે લોહીમાં હાર્મોન છોડે છે. 
 
- આ બીમારી અનેકવાર ધીમી ગતિએ વધે છે. પણ દરેકના મામલે આવુ થાય એ જરૂરી નથી. 
શુ હોય છે તેના લક્ષણ ?
 
- દર્દીના શરીરમાં આ ટ્યૂમર ક્યા ભાગમાં થાય છે.  એનાથી જ આના લક્ષન નક્કી થાય છે. 
- મતલબ જો આ પેટમાં થઈ જાય તો દર્દીને સતત કબજિયાતની ફરિયાદ રહેશે. આ ફેફસામાં થઈ જાય તો દર્દીને સતત કફ રહેશે. 
- હાઈપરગ્લેસેમિયા (લોહીમાં ખૂબ વધુ ખાંડ)
-હાઈપોગ્લાઈસિમિયા (લોહીમાં ખૂબ ઓછી શુગર)
- સતત ઝાડા 
- ભૂખ ન લાગવી વજન ઝડપથી ઘટવુ. 
- સતત ખાંસી કે ગભરામણ 
- શરીરનો કોઈપણ ભાગ વધવો કે ગાંઠ 
- આંતરડા કે મૂત્રાશયની આદતોમાં પરિવર્તન 
- કમળો (ત્વચાની પીળાશ) 
- સતત તાવ કે રાત્રે પરસેવો 
- માથાનો દુખાવો 
- ગૈસ્ટ્રિક અલ્સર રોગ 
 
આ બીમારી થયા પછી દર્દીનુ બ્લડ પ્રેશર અને શુગર લેવલ વધતુ-ઘટતુ રહે છે. 
 
બીમારીનુ કારણ ?
-ડોક્ટર હજુ સુધી આ બીમારીના કારણોને લઈને કોઈ નિર્ણય પર પહોંચી શક્યા નથી 
- ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર થવાના વિવિધ કારણ હોઈ શકે છે.  પણ આ આનુવાંશિક રૂપે પણ હોય છે. એવુ માનવામાં આવે છે કે જેમના પરિવારમાં આ પ્રકારના કેસ પહેલા થઈ ચુક્યા હોય એવા લોકોને આનુ રિસ્ક વધુ રહે છે. અનેક ડિટેલ બ્લડ ટેસ્ટ સ્કૈન અને બાયોપ્સી કરાવ્યા પછી જ આ બીમારે પકડમાં આવે છે. 
શુ આની સારવાર શક્ય છે ?
 
ટ્યૂમર કયા સ્ટેજ પર છે તે શરીરમાં કયા ભાગ પર છે અને દર્દીનુ આરોગ્ય કેવુ છે. આ બધાના આધાર પર જ એ નક્કી થાય છે કે દર્દીની સારવાર કેવી રીતે કરવામાં આવશે. 
 
સર્જરી દ્વારા તેને કાઢી શકાય છે પણ મોટાભાગના કેસમાં સર્જરીનો ઉપયોગ બીમારી પર કાબુ કરવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીને એવી દવાઓ પણ આપવામાં આવે છે જેનાથી શરીર ઓછી માત્રામાં હાર્મોન છોડે.