સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑગસ્ટ 2023 (17:32 IST)

ISRO વૈજ્ઞાનિકને બેંગલુરુમાં રોડ રેજનો કરવો પડ્યો સામનો, સ્કુટર સવાર યુવકે કર્યો હુમલો, જુઓ વીડિયો

bengluru
bengluru
 Bengaluru News - કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રોડ રેજ સાથે જોડયેલ એક ઘટનામાંભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના એક વૈજ્ઞાનિક પર કથિત રૂપે હુમલો થવાના સમાચાર સામે આવ્યા છે. હુમલાવરે ઈસરો વૈજ્ઞાનિક પર એ સમયે હુમલો કર્યોજ યારે તે બેંગલુરુ સ્થિત પોતાની ઓફિસ જઈ રહ્યા હતા.વૈજ્ઞાનિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં બતાવ્ય્તુ કે બેગલુરુના ઓલ્ડ એયરપોર્ટ રોડ પર નવનિર્મિત HAL અંડરપાસ રોડ રેજનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિક પર કથિત રૂપે એક વ્યક્તિએ એ સમયે હુમલો કર્યો જ્યારે તે પોતાની કારની અંદર હતા. 

 
વૈજ્ઞાનિક આશીષ લાંબા (Aashish Lamba) એ X પર એક પોસ્ટમાં ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે જ્યારે તે ઈસરોના કાર્યાલય તરફ જઈ રહ્યા હતા ત્યારે હેલ્મેટ પહેર્યા વગર  સ્કુટર પર સવાર એક વ્યક્તિ અચાનક તેમની કારની સામે આવી ગયો. ત્યારબાદ ટક્કરથી બચવા માટે આશીષને અચાનક બ્રેક લગાવવી પડી જેને કારણે સ્કુટર પર સવાર તેમની કાર સામે રોકાય ગયો.  પછી રસ્તા વચ્ચે તે વૈજ્ઞાનિક સાથે ગાળા ગાલી કરવા લાગ્યો. 
 
કારના ડેશબોર્ડ કૈમરા દ્વારા કેપ્ચર કરવામાં આવેલી વીડિયો ફુટેજ અને તસ્વીરોને શેયર કરતા આશીષે જણાવ્યુ કે આ ઘટના 29 ઓગસ્ટના રોજ બેંગલુરુના ઓલ્ડ એયરપોર્ટ રોડ પર તાજેતરમાં બઅનવેલ એચએએલ અંડર પાસ પાસે બની હતી. તેમણે જણાવ્યુ કે સ્કુટર સવાર તેમની કાર પાસે આવ્યો. તેમને લડ્યો અને અહી સુધી કે ગુસ્સામાં આવીને તેની કારના ટાયર પર લાત મારી દીધી. તેમણે કેપ્શનમાં લખ્યુ, "ગઈકાલે ઈસરો ઓફિસ જવા દરમિયાન નવનિર્મિત એચએએલ અંડર પાસ પાસે હેલ્મેટ વગર સ્કુટી (KA03KM88 26) પર એક વ્યક્તિ બેદરકારી પૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો અને અચાનક અમારી કાર સામે આવી ગયો. તેથી મારે અચાનક બ્રેક મારવી પડી.