શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (12:36 IST)

Chandrayaan-3: ચંદ્ર પર રોવર પ્રજ્ઞાનની સામે આવ્યો મોટો ખાડો, ISRO એ આ રીતે પાર કર્યો અવરોધ

Pragyan rover
Pragyan rover
Chandrayaan-3 News ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ સોમવારે જણાવ્યુ કે ચંદ્રમાં પર ફરવા દરમિયાન રોવર પ્રજ્ઞાનને મોટા ખાડાનો સામનો કરવો પડ્યો હતો. પછી તેને નવા રસ્તા પર મોકલવામાં આવ્યો છે.  આ માહિતી ટ્વીટ દ્વારા આપવામાં આવી. તેમા કહેવામાં આવ્યુ કે ચંદ્રમાની સપાટી પર ચાર મીટરના ખાડાએ સામ-સામે આવ્યા પછી ભારતના પ્રજ્ઞાન રોવરને સુરક્ષિત રીતે પરત મોકલી દેવામાં આવ્યુ છે. આ ખાડો રોવર પ્રજ્ઞાને પહેલા જ જોઈ લીધો હતો અને પછી તેને બીજા રસ્તે મોકલવામાં આવ્યુ.

  
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનને જણાવ્યુ છે કે રોવર પ્રજ્ઞાને તેની કિનારીઓથી લગભગ 3 મીટર પહેલાં ખાડો જોયો હતો; આ કારણે તેને સમયસર સલામત માર્ગે મોકલી દેવામાં આવ્યો હતો. આ છ પૈડાવાળું, સૌર-સંચાલિત રોવર પ્રમાણમાં અજાણ્યા પ્રદેશમાં ઝિપ કરશે અને તેના બે અઠવાડિયાના જીવનકાળ દરમિયાન છબીઓ અને વૈજ્ઞાનિક ડેટા ટ્રાન્સમિટ કરશે.
 
સમય વિરુદ્ધ એક દોડ જેવી 
એક ચંદ્ર દિવસ પુરો થવામાં ફક્ત 10 દિવસ બાકી રહી ગયા છે અને સ્પેસ એપ્લીકેશંસ સેંટર (એસએસી)ના નિદેશક નીલેશ એમ. દેસાઈએ કહ્યુ કે ચંદ્રયાન-3 નો રોવર મોડ્યૂલ પ્રજ્ઞાન, ચંદ્રમાની સપાટી પર ફરી રહ્યો છે. આ સમયના વિરુદ્ધ એક દોડ જેવુ છે.  ઈસરોના વૈજ્ઞાનિક છ પૈડાવાળા રોવરના માધ્યમથી અજ્ઞાત દક્ષિણી ધ્રુવનુ વધુમાં વધુ અંતર કવર કરવા માટે કામ કરી રહ્યુ છે.