શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (14:47 IST)

ગુપ્ત એજંસીઓનુ એલર્ટ, CRPF પર ફરી પુલવામાં જેવો હુમલો કરી શકે છે જૈશ

જૈશ એ મોહમ્મદ એકવાર ફરીથી સીઆરપીએફ પર આતંકી હુમલો કરી શકે છે.  ગુપ્ત એજંસીઓએ સુરક્ષા બળો માટે એલર્ટ રજુ કર્યુ છે. ગુપ્ત એજંસીઓ મુજબ લીલા રંગની ગાડી દ્વારા આતંકી હુમલો થઈ શકે છે.  ચોકીબળ અને તંગઘારમાં સેનાને અર્લટ રહેવાનુ કહેવામાં આવ્યુ છે.  એજંસીઓએ જે મેસેજ ડિકોડ કર્યો છે તેના મુજબ જૈશએ વિસ્ફોટક માટે ખિલૌના શબ્દનો ઉપયોગ કર્યો છે. મેસેજના મુજબ અગાઉના હુમલામાં 200 કિલોગ્રામ ખિલૌને નો ઉપયોગ થયો અહ્તો. આ વખતે 500 કિલોગ્રામ LED સાથે હુમલો કરી શકાય છે. હુમલા માટે લીલા રંગની સ્કોર્પિયો ગાડીને તૈયાર કરવામાં આવી છે . જેથી ફિદાયીન હુમલને અંજામ આપી શકાય. 
બીજી બાજુ પોલીસ જૈશ ના સરગના અને કાશ્મીરમાં તેના આતંકવાદીઓ વચ્ચે થયેલી વાતચીતને મનોવૈજ્ઞાનિક ચાલ માની રહી છે. પોલીસ મુજબ બની શકે છે કે જૈશ સેના ભટકાવવા માંગતી હોય અને તેના હુમલાનુ ષડયંત્ર બીજે ક્યાક હોય. જો કે પોલીસ જમ્મુ-કાશ્મીરમાં પણ આ ડિકોડ મેસેજને લઈને ગંભીર અને એલર્ટ છે જેથી ફરીથી કોઈ પુલવમાં જેવો હુમલો ન થાય. એક અન્ય ઈનપુટ મુજબ જૈશ કેટલાક લોકલ કાશ્મીરીઓને આતંકી બનાવવા માટે તૈયાર કરવા માટે ઑડિયો અને વીડિયોની પણ મદદ લઈ શકે છે. 
સીમાની બીજી બાજુ 5 થી 6 જૈશના આતંકી બેસ્યા છે. જે એક આદેશ પછી ભારતમાં દાખલ થવાની તક શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ જૈશના એક આત્મઘાતી આતંકી આદિલ અહમદ ડારે સીઆરપીએફના કાફલા પર ટક્કર મારીને બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા.