શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:26 IST)

જમ્મુ કાશ્મીર - આતંકવાદીઓએ ત્રણ પોલીસ કર્મચારીઓનુ અપહરણ પછી કરી હત્યા, એકને છોડી દીધો

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ત્રણ પોલીસકર્મચારીઓનુ અપહર્ણ કરીને તેમની હત્યા કરી નાખી છે. એક અપહરણ કરાયેલ નાગરિકને છોડી દીધો છે. ત્રણ પોલીસ કર્મચારીઓના મૃતદેહ જપ્ત કરાયા છે. આતંકવાદીઓએ શોપિયા જીલ્લામંથી ત્રણ એસપીઓ સહિત ચાર પોલીસકર્મચારીઓનુ અપહરણ કર્યુ હતુ.  ઘટનાના થોડાક જ કલાક પછી ત્રણેય પોલીસકર્મચારીઓના મૃતદેહ જપ્ત થયા છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક આતંકીઓએ આ પોલીસકર્મીઓનું અપહરણ કર્યું હતું. જેમાં 2 સ્પેશ્યલ ઓફિસર (એસપીઓ) અને 1 પોલીસકર્મી સામેલ હતા. પોલીસકર્મીના મૃતદેહ સર્ચ ઓપરેશન દરમ્યાન કાપરન ગામમાંથી મળ્યા.  જ્યારે થોડીવાર બાદ એક પોલીસ કર્મીને આતંકીઓએ છોડી મુક્યો હતો, જેનું નામ ફયાઝ અહેમદ છે. 
 
બીજીબાજુ બાંદીપોરામાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. અહીં અથડામણમાં 2 આતંકી ઠાર થઇ ચૂકયા છે અને ઓપરેશન હજુ ચાલુ છે. તાજેતરમાં આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને પોલીસકર્મીઓને રાજીનામું આપવાની કે મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. હિઝબુલના ધમકીભર્યા પોસ્ટર જમ્મુ-કાશ્મીરના કેટલાંય ગામમાં લગાવ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કરાઇ રહ્યો હતો.ય.
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ આતંકી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દીને પોલીસ કર્મચારીઓના રાજીનામા આપવા કે મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી હતી. આતંકી સંગઠને ધમકી ભરેલા પોસ્ટર અનેક સ્થાન પર લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર આતંકી ધમકીના વીડિયો પણ વાયરલ થયા હતા. આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓએન ધમકી આપી હતી  કે ચાર દિવસની અંદર રાજીનામુ આપો અને તેની કોપી સોશિયલ મીડિયા પર અપલોડ કરો. ધમકીમાં પોલીસ કર્મચારીઓના પરિવારના સભ્યોને નિશાન બનાવવાની વાત  કરી હતી. 
 
થોડા દિવસ પછી જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી થવાની ક હ્હે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પંચાયત ચૂંટણીની જાહેરાત કરી છે. એવામાં એવો અંદાજ લગાવાય રહ્યો છે કે આતંકી સંગઠન પંચાયત ચૂંટણી પહેલા ભયનુ વાતાવરણ ઉભુ કરીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માંગે છે.