સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 એપ્રિલ 2018 (14:43 IST)

બળાત્કારની ઘટનાઓના વિરોધમાં અમદાવાદમાં નીકળી રેલી, હાર્દિકની સેલ્ફીની ઊડી મજાક

Gujarat samachar -Hardik patel
ઉત્તર પ્રદેશના ઉન્નાવ, જમ્મુ કાશ્મીરના કઠુઆ તથા સુરતમાં બનેલી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં જુહાપુરામાં રેલી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નો નેતા હાર્દિક પટેલ પણ હાજર રહ્યો હતો.રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ અહીં વિરોધને બદલે સેલ્ફીઓ લેવા પડાપડી થઈ રહી હતી. જોકે રેલીમાં હાર્દિકની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોએ તેની મજાક ઉડાવી હતી.ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બનેલી બળાત્કારની ઘટનાઓને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઈ રહી છે. જુહાપુરામાં યોજાયેલી રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હાર્દિકે અહીં રેલીને પણ સંબોધિત કરી હતી, જેમાં તે રાજ્યો અને કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. રેલી બાદ પ્રાર્થના અને દુઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.રેલીનું આયોજન જુહાપુરા સર્કલથી ગાંધી હોલ અને સરખેજ સર્કલથી ગાંધી હોલ એમ બે રૂટમાં કરવામાં આવ્યં હતું.