32 વર્ષની કાકીની વીડિયો ક્લિપ બનાવી ભત્રીજાએ અનેકવાર બળાત્કાર ગુજાર્યો

Last Modified બુધવાર, 18 એપ્રિલ 2018 (12:50 IST)

દેશભરમાં ચારેકોર બળાત્કારના મુદ્દે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે કૃષ્ણનગર પોલીસમાં પણ એક બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ૩૨ વર્ષની કાકીએ આરોપ લગાવ્યો છે કે, તેમના કુટુમ્બી ભત્રીજાએ બનાવી સોશિયલ મીડિયામાં ફરતી કરી દેવાની ધમકી આપી અનેકવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં થોડા દિવસ પહેલા કાકીને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર ગુજારતા પરણિતાએ અંતે પતિને પોતાના પર થયેલા અત્યાચારની જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.


કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની પરણિતાએ ફરિયાદ કરી છે કે, તેમના પતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા સમય પહેલા તેમનો કુટુમ્બી ભત્રીજો અમદાવાદ નોકરી કરવા આવ્યો હતો અને તેમના ઘરે રોકાયો હતો. એક દિવસ પતિની ગેરહાજરીમાં ભત્રીજાએ તેમનું મોઢુ દબાવી બળજબરીથી તેમના પર બળાત્કાર ગુજાર્યો હોત અને આ સમયે મોબાઈલ ફોનમાં વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી. ત્યાર બાદ આ ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી કરી દેવાની ધમકી આપી તેના પર વારંવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો.
આબરૂ ન ખરડાય તે માટે પરણિતા પર અત્યાચાર સહન કરતી રહી. ત્યાર બાદ ભત્રીજાને નોકરી બીજે થતા તે જાન્યુઆરીમાં જતો રહ્યો હતો. દરમિયાન ચારેક દિવસ પહેલા ફરી તે પરણિતા ઘરે એકલી હતી ત્યારે આવ્યો હતો અને ઘરમાં ઘુસીને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો. આ વાતની જાણ અંતે પરણિતાએ પતિને કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કાળુસિંગ ચૌહાણ નામના આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


આ પણ વાંચો :