શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 11 ઑગસ્ટ 2024 (13:11 IST)

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને ચરમપંથીઓ વચ્ચે ઍન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે ભારતીય સેના અને ચરમપંથીઓ વચ્ચે ઍન્કાઉન્ટર થયું.
 
સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈની માહિતી પ્રમાણે, "અનંતનાગમાં થયેલા ઍન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત ત્રણ સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે."
 
કાશ્મીર ઝોન પોલીસે પોતાના સત્તાવાર એક્સ અકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું, "અનંતનાગ જિલ્લાના અહલાન ગગરમાંડૂ વિસ્તારમાં ઍન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળ કામ પર લાગ્યા છે."
 
ભારતીય સેનાના ચિનાર કૉર્પ્સે પોતાના સત્તાવાર ઍક્સ અકાઉન્ટ પર પોસ્ટ કરી, "ચાલી રહેલા ઑપરેશનમાં આતંકવાદીઓના ગોળીબારને કારણે બે નાગરિકોને પણ ઈજા થઈ છે. તેમને તાત્કાલિક સારવાર 
 
આપવામાં આવી છે."
 
ચિનાર કૉર્પ્સએ બીજી એક પોસ્ટ કરીને જાણકારી આપતા કહ્યું, "ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ વિશેષ ગુપ્ત જાણકારીના આધારે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં એક ઑપરેશન 
 
શરૂ કર્યું. ગોળીબારમાં બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે."
 
જોકે, ભારતીય સેનાએ કોઈ પણ સૈનિકના મૃત્યુની જાણકારી જાહેર કરી નથી.
 
હાલના દિવસોમાં ભારતીય સેના અને ચરમપંથીઓ વચ્ચે કેટલાક ઍન્કાઉન્ટરો થયાં છે જેમાં સૈનિકોનો પણ જીવ ગયો છે.