બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (18:31 IST)

Terrorist Attack in Jammu-Kashmir: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાબળોના કાફલા પર આતંકી હુમલો, પાંચ લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના બાંદીપોરા (Bandipora) આતંકવાદીઓએ સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર હુમલો (Terrorist Attack in Jammu-Kashmir) કર્યો છે. આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે(Jammu-Kashmir Police)  આ અંગે માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક જવાનની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોની શોધમાં સમગ્ર વિસ્તારને ઘેરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
 
 
હકીકતમાં, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના (Indian Army) બંનેએ છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ વિરુદ્ધ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું છે. જેના કારણે આતંકીઓની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓએ હવે છુપાઈને હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના દિવસોમાં આતંકવાદીઓએ પોલીસના વાહનો પર ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું છે. આ સિવાય સુરક્ષાદળોના કાફલા પર ફાયરિંગની પણ ઘટના બની છે. જો કે ભારતીય સેના અને પોલીસ દળના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
 
ડિસેમ્બરમાં બે પોલીસકર્મીઓની કરવામાં આવી હતી હત્યા 
 
આ પહેલા ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં ડિસેમ્બરમાં આતંકીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે 10 ડિસેમ્બરની સાંજે ગુલશન ચોક પર આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે આતંકવાદીઓને શોધીને તેનો ઉકેલ લાવવામાં આવશે.
 
DGP દિલબાગ સિંહે કહ્યું હતું કે આનાથી આતંકવાદીઓ અને પાકિસ્તાની તત્વોને દુઃખ થાય છે અને જ્યારે કોઈ સ્થાનિક લોકો અને આતંકવાદીઓ વચ્ચે આવે છે ત્યારે તેઓ પરેશાન થઈ જાય છે. ડીજીપીએ કહ્યું, પોલીસ લોકોને આતંકવાદીઓથી બચાવવા માટે કામ કરી રહી છે. પોલીસ અને આર્મીના આપણા જવાન, BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ), CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) સંયુક્ત રીતે આતંકવાદીઓને દૂર રાખી રહ્યા છે. આ તેમની (આતંકવાદીઓની) નિરાશા છે જેના કારણે આ હત્યાઓ થઈ રહી છે. અમે તેમને જવાબ આપીશું.