ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 10 જાન્યુઆરી 2022 (13:38 IST)

જનધન યોજના: સેવ કરી લો આ નંબર- મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણી શકો છો.

PM Jan Dhan Yojana: પ્રધાનમંત્રી જનધન યોજના(Pradhan Mantri Jan Dhan Yojana) ના લાભાર્થીઓ માટે કામના સમાચાર છે. પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત દેશના ગરીબોનું ખાતુ ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખોલવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગ્રાહકોને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. જો તમે પણ તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માગતા હોય તો તમે ઘરે બેઠા બસ એક મિસ્ડ કોલ (Missed Call) દ્વારા તેની જાણકારી લઇ શકો છો. ચાલો તમને જણાવીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા… 
 
તમે મિસ્ડ કોલ દ્વારા પણ તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. જો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જન ધન એકાઉન્ટ છે તો મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણી શકો છો. તેના માટે તમે 18004253800 અથવા તો 1800112211 નંબર પર મિસ્ડ કોલ કરો. ગ્રાહક ધ્યાન આપે કે, તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી જ મિસ્ડ કોલ કરવાનો છે.