સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 9 જાન્યુઆરી 2022 (10:52 IST)

બગોદરા હાઇવે પર ઠાકોર પરિવારને નડ્યો અકસ્માત, 5ના મોત, 10 ઇજાગ્રસ્ત

બગદરા હાઇવે છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બનતો જાય છે. વારંવાર અકસ્માત સર્જાતા હોવાના બનાવની ઘટના સામે આવે છે. ત્યારે શનિવારે મોડીરાત્રે વધુ અકસ્માતના ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 10 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર બગોદરા હાઈવે નજીક મોડી રાત્રે ઇકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પરિવાર ખેડા જિલ્લાના વારસંગ બરોડાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પરિવાર વારસંગ બરોડાથી નીકળી બરવાળા ખાતે ઠાકોર પરિવાર દર્શન માટે જતો હતો. તે દરમ્યાન રસ્તામાં ડ્રાઇવરને ઝોકું આવી જતા અકસ્માતની ઘટના સર્જાઇ હતી. 
 
આ અકસ્માત અજાણ્યા વાહનની ટકકરે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે ઘટના અંગે સ્થાનિક ધોળકા પોલીસે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
 
મળતી માહિતી અનુસાર ઇકો કારમાં સવાર ત્રણ મહિલા અને બે પુરુષ સહિત 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે 10 આ બનાવમાં 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 મારફતે ધોળકાની હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતનો ભોગ બનનાર 4 બાળક, 5 પુરુષ અને 6 મહિલાઓ હતી.