ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (18:09 IST)

PM મોદીને કારણે જ કરી શક્યો લવ મેરેજ - યુવકે ટ્વિટર બતાવી પોતાની રોમાંચક લવ સ્ટોરી

સોશિયલ મીડિયા પર આજ સુધી તમે અનેક પ્રકારની લવ સ્ટોરી વિશે સાભળ્યુ હશે. લવ એટ ફર્સ્ટ સાઈટ મતલબ કે પહેલી નજરનો પ્રેમ વિશે પણ ઘણુ બધુ સાંભળ્યુ હશે. પણ લવ એટ ફેસબુક કોમેંટ વિશે તમે કદાચ પહેલા ક્યારેય ન સાભળ્યુ હોય. 
 
આજે અમે તમને  પ્રેમની એક આવી જ સ્ટોરી વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે કોઈ ફિલ્મી સ્ટારની નહી પણ આપણા દેશના એક સામાન્ય વ્યક્તિની છે. હાલ આ યુઉવકના લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કારણ કે આ સ્ટોરીમાં ફેસબુક છે.. પ્રેમ છે.. રાજનીતિ છે એટલુ જ નહી પીએમ મોદી પણ સામેલ છે. 
 
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને કારણે જય દવે નામના યુવકે પોતાના કોમેંટ લાઈક કરનારી યુવતી સાથે લગ્ન કરી લીધા અને તેનો સાર્વજનિક સ્વીકાર પણ કર્યો. જયે ટ્વિટર પર પોતાની લવ સ્ટોરી વિશે લખ્યુ તો થોડાક જ મિનિટમાં તે સોશિયલ મીડિયા પર ટ્રેડ કરવા લાગ્યો. 
 
જય દવેએ પોતાના ટ્વીટમા લખ્યુ, નરેન્દ્ર મોદી જી અમે તમારે કારણે લગ્નના બંધનમાં બંધાયા છીએ. મે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા સમર્થનમાં કોમેંટ કરી અને આ સુંદર યુવતીએ કોમેંટને લાઈક કરી. અમે વાત કરી. એકબીજાને મળ્યા અને જોયુ કે અમે બંને તમારુ સમર્થન કરીએ છીએ. કારણ કે અમે ભારતના માટે જીવવા માંગીએ છીએ. તેથી અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ ટ્વીટના આવ્યા પછી જય ને શુભેચ્છાઓ મળવી શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ જયને ટ્રોલ પણ કર્યો. 
 
જો કે ત્યારબાદ જયે પોતાનુ ટ્વીટ ડિલીટ કરી નાખ્યુ. જો કે જયે પછી ટ્વીટનો ફોટો પોસ્ટ કર્યો. અને લખ્યુ, મે કંઈક બીજુ ડિલીટ કરવા માંગતો હતો પણ ભૂલથી તે ટ્વીટ ડિલિટ થઈ ગયુ. ત્યારબાદ એક વધુ ટ્વીટ કરી જયે લખ્યુ, મિડિયા અને સોશિયલ મીડિયામાં એક ગેરસમજ છે કે મે ટ્રોલ થવાના ડરથી તે ટ્વીટ ડિલીટ કર્યુ છે. 
 
સત્ય તો એ છે કે મોદીજીની જેમ હુ પણ ટ્રોલિંગ અને આલોચનાનો આદી થઈ ચુક્યો છુ. દેશ પ્રત્યે મારુ કમિટમેંટ ટ્રોલ્સથી પ્રભાવિત નહી થાય. જય હિંદ. તમને જય દવેની લવ સ્ટોરી કેવી લાગી તેના પર કમેંટ કરીને બતાવો.