બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (23:26 IST)

જયલલિતાના પાર્થિવ શરીરને રાજકીય સમ્માન સાથે MGRની સમાધિ પાસે દફન કરવામાં આવ્યો

તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે જયલલિતાના પાર્થિવ શરીરને  આખરે તેમના રાજકીય ગુરુ MGRના મેમોરિયલ પાસે જ દફનાવી દેવામાં આવ્યા છે.

તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે જયલલિતાના પાર્થિવ શરીરને  આખરે તેમના રાજકીય ગુરુ MGRના મેમોરિયલ પાસે જ દફનાવી દેવામાં આવ્યા છે.સમગ્ર તામિલનાડુમાં માતમ છવાયો છે તો જયલલિતાના અવસાનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્‍યુ છે. તામિલનાડુમાં 7 દિવસનો રાષ્‍ટ્રીય શોક જાહેર થયો છે તો કેન્‍દ્ર સરકારે પણ એક દિવસનો રાષ્‍ટ્રીય શોક જાહેર કર્યો છે. જયલલિતાને શ્રધ્‍ધાંજલી આપવા માટે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે સવારે ચેન્‍નાઇ આવ્‍યા હતા અને તેમણે શોકમગ્ન બનીને સદ્દગત નેતાને પુષ્‍પાંજલી અર્પી હતી. કોંગ્રેસ ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીએ સદ્દગતને શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. સદ્દગતના માનમાં તામિલનાડુની શાળા-કોલેજોમાં 3  દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જયારે આજે પ્રાઇવેટ સંસ્‍થાઓમાં પણ રજા જાહેર કરાઇ છે.

- જયલલિતાનુ પાર્થિવ શરીર મરીના બીચ પહોંચ્યુ 
- અનેક સ્થાનો પર લોકો ઉભા રહેલ જોવા મળી રહ્યા છે. હજારો લોકો ઉદાસ જોવા મળ્યા. આ દરમિયન સિક્યોરિટીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી 
- આર્મીના વાહનમાં જયલલિતાના પાર્થિવ શરીરને મરીના બીચ લઈ જવામાં આવી રહ્યુ છે. તેમની પાસે શશીકલા હાજર છે. 
- જયલલિતાની અંતિમ યાત્રા શરૂ... તેમને મરીના બીચ લઈ જવામાં આવી રહ્યા છે. રાજાજી હોલથી તેનુ અંતર 2થી 3 કિલોમીટર છે. 
- પ્રેસિડેંટ પ્રણવ મુખર્જી રાજાજી હૉલ પહોંચ્યા અને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી. 
- રાહુલ ગાંધી પણ ચેન્નઈ પહોંચ્યા 
- પૂર્વ ક્રિકેટરે શ્રીકાંત પણ જયલલિતાના અંતિમ દર્શન માટે પહોચ્યા. ડીએમકે સ્ટાલિને પણ અમ્માને શ્રદ્ધાંજલિ આપી. 
- કર્ણાટકના સીએમ સિદ્દારમૈયા, ઓડિશા સીએમ બીજૂ પટનાયકે પણ જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી. 
- મનમોહન સિંહ જયલલિતાના અંતિમ દર્શન માટે ચેન્નઈ પહોંચ્યા. તેમણે અમ્માને શ્રદ્ધાંજલિ આપી. 


- જયલલિતાને અગ્નિદાહ નહી આપવામાં આવે પણ MGR ની જેમ દફનાવવામાં આવશે. મોદીએ આપી શ્રદ્ધાંજલિ, રજનીકાંત પણ પહોંચ્યા 
- પોતાના નેતાના અંતિમ દર્શન માટે ઉમડી ભીડ 
- જયલલિતાના પાર્થિવ શરીરને જે રાજાજી હૉલ(પહેલા બૈન્કવેટિંગ હૉલ મદ્રાસ)માં મુકવામાં આવ્યો તેને જૉન ગોલડિંગમ નામના બ્રિતાનીએ ટીપૂ સુલ્તાન પર બ્રિતાની સેનાની જીતની ખુશીમાં બનાવ્યો હતો. 
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબઊ નાયડૂએ રાજાજી હૉલ જઈને જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી. 
- સંવાદદાતા મુજબ વીઆઈપી જ અમ્માના પાર્થિવ શરીર સુધી પહોંચી રહ્યા છે. સામાન્ય માણસને તેમની એક ઝલક જોવામાં પણ તકલીફ પડી રહી છે. 
- પ્રેસિડેંટ ચેન્નઈ માટે ફરી થયા રવાના. તકનીકી ખરાબીને કારણે તેનુ પ્લેન રસ્તામાંથી જ પરત આવી ગયુ હતુ 
- નરેન્દ્ર મોદી જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા ચેન્નઈ પહોચ્યા 
- રાજાજી હોલ પાસે જયલલિતાના અંતિમ દર્શન માટે બેકાબૂ થયા લોકો. પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ 
- જયલલિતાના અંતિમ દર્શન માટે રજનીકાંત જમાઈ ધનુષ સાથે પહોંચ્યા 
- પ્રણવ મુખર્જીએ કહ્યુ - જય લલિતા એક સંઘર્ષમય નેતા હતી. ડેવલોપમેંટના મુદ્દા પર તેની અનેકવાર વાતચીત થઈ.  જ્યારે તે રાજ્યસભા સભ્ય બની હુ સદનના નેતા હતી. ફેક્ટ્સ અને થેયોરી પર તેની ખૂબ પકડ હતી. 
- જયલલિતાને રાજ્યસભા-લોકસભામાં અપાશે શ્રદ્ધાંજલિ. ત્યારબાદ દિવસભર સદન સ્થગિત કરવાની અપીલ. 
- જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા પ્રણવ મુખર્જી પણ જશે ચેન્નઈ 
- ચેન્નઈમાં દુકાનો બજારો બંધ. અનેક પ્રાઈવેટ કંપનીઓને પણ રજાનુ એલાન કર્યુ 
- તમિલનાડુમાં 7 દિવસનો શોક રહેશે. રાજ્યમાં ત્રણ દિવસ શાળા કોલેજ બંધ રહેશે. સાથે જ ઉત્તરાખંડ, કર્ણાટક અને બિહાર જેવા રાજ્યોએ પણ જયલલિતાના સન્માનમાં એક દિવસનો શોકનુ એલાન કર્યુ છે. 

-વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ 1993માં જયલલિતાના ઈંટરવ્યુની તસ્વીરો શેયર કરી છે. 
- ઈંડિયન એક્સપ્રેસના મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ચેન્નઈ જશે 
- તમિલનાડુના ગવર્નર વિદ્યાસાગર રાવે રાજાજી હૉલ જઈને જયલલિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી 
- મંગળવારે સાંજે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનો અંતિમ સંસ્કાર મરીના બીચ પર થશે. 
- ચેન્નઈ સંવાદદાતા મુજબ જયલલિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા લોકો મોટી સંખ્યામાં ચેન્નઈ આવી રહ્યા છે. 
- તમિલનાડુ સહિત આખા ભારતમાં જયલલિતાની પ્રશંસા અને પ્રેમ મળતો હતો. પુરૂષોની દુનિયામા તેનો પોતાનો એક દરજ્જો હતો - હેમા માલિની 
- જયલલિતા એક મજબૂત નેતા જ નહી પણ સારી પ્રશાસક પણ હતી. આ રાજનીતિક માટે મોટો ધક્કો છે. - સુમિત્રા મહાજન લોકસભા સ્પીકર 
- જયલલિતાએ હંમેશા પોતાના સફળ રાજનીતિક યાત્રાનુ શ્રેય એમજીઆરને આપ્યુ. 
- જયલલિતાને શ્રદ્ધાંજલિ આપ્યા પછી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત. બંને સદનાં એક મિનિટનો મૌન રાખવામાં આવ્યુ. 

- જયલલિતા પરંપરાવાદી અયંગર બ્રાહ્મણ પરિવારમાંથી હતી. જ્યોતિષમાં તેમને ખૂબ વિશ્વાસ હતો. 5 અને 7 અંકને તેઓ પોતાને માટે શુભ માનતી હતી. 
- સંયોગ જ છે કે તેમની મોત 5 તારીખના રોજ થઈ. ડોક્ટરો મુજબ તેમણે અંતિમ શ્વાસ 5 ડિસેમ્બર રાત્રે 11.30 પર લીધી. અડધો કલાક વધુ વીતી જતો તો 6 તારીખ લાગી જતી. 
- જયલલિતાની પૉપુલરિટીને જોતા તેમણે બુધવાર સાંજ સુધી અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યા હતા. તેમનો અંતિમ સંસ્કાર 7 તારીખના રોજ થતો. 
- પણ જ્યોતિષ મુજબ બુધવારે અષ્ટમી તિથિ છે. જયલલિતા અષ્ટમીના રોજ કોઈ શુભ કામ કરતી નહોતી. પછી અંતિમ યાત્રા અષ્ટમીના રોજ કેવી રીતે થઈ શકતી હતી. 
- અંતિમ સંસ્કારનો સમય પણ જ્યોતિષ મુજબ નક્કી થયો. તમિલ પંચાગ મુજબ સાંજે 3.30થી 4.30 વાગ્યા સુધી રાહુ કાળ છે. 
- જયલલિતા રાહુ કાળમાં પણ કોઈ કામ કરતી નહોતી. તેથી તેનો અંતિમ સંસ્કાર 4.30 વાગ્યે કરવો નક્કી થયો. 
- જયલલિતાનુ પાર્થિવ શરીર પહેલા પોએસ ગાર્ડનમાં તેમના રેસિડેંસ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ સવારે અંતિમ દર્શ માટે રાજાજી હોલ લઈ જવામાં આવ્યો. 
- જ્યારે AIADMKના ફાઉંડર એમજીઆરનુ નિધન થયુ હતુ ત્યારે પણ તેમનો પાર્થિવ દેહ આ હૉલમાં મુકવામાં આવ્યો હતો
- પન્નીરસેલ્વમ સીએમ બની ગયા. તે જયાના નિકટસ્થ હતા. પણ અનેક ધારાસભ તેમને પસંદ કરતા નથી. તેથી ધારાસભ્યો પાસેથી લેખિતમાં લેવામાં આવ્યુ છે. 
- સરકારનો લગભગ 4 વર્ષનો સમય બાકી છે. આવામાં શક્ય છે કે કેટલાક સમય પછી બગાવત ન થઈ જાય
- જયલલિતાજીના નિધન પર ખૂબ દુખ થયુ.. તેમની આત્માને શાંતિ મળે - શાહરૂખ ખાન
- જયલલિતાનુ પાર્થિવ શરીર રાજાજી હૉલમાં મુકવામાં આવ્યુ છે. મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. 
- જયલલિતાના નિધન પછી ઓ પનીરસેલ્વમે તમિલનાડુના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી છે. 
- રક્ષા મંત્રી મનોહર પર્રિકરે પણ શોક પ્રગટ કર્યો 
- તમિલ ઉપરાંત જયલલિતાને તેલુગુ, કન્નડ, મલયાલી, અંગ્રેજી અને હિન્દી પણ આવડતુ હતુ. 
- ઓલ ઈંડિયા રેડિયો મુજબ જયલલિતાનો અંતિમ સંસ્કાર સાંજે 4.30 વાગ્યે થશે 
- 22 સપ્ટેમ્બરના રોજ જયલલિતાને ચેન્નઈના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વચ્ચે તેમની હાલતમાં સુધારો થયો પણ રવિવારે તેમને કાર્ડિયેક અરેસ્ટ થયો અને સોમવારે મોડી રાત્રે તેમનુ નિધન થઈ ગયુ.  જયલલિતા 75 દિવસો સુધી હોસ્પિટલમાં રહી. 
- બિહારમાં એક દિવસનો રાજકીય શોક 
- આ તમિલનાડુ માટે મોટો ઝટકો છે. જયલલિતાએ ગરીબો માટે કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેમની યાદમાં તે બધા કાર્યક્રમ ચાલુ રહેવો જોઈએ - મલ્લિકાર્જુન ખડગ લોકસભા વિપક્ષના નેતા 
- આ નુકશાનને દર્શાવવાના કોઈ શબ્દ નથી - સૌદર્યા રજનીકાંત 
- જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા લોકોની ભીડ 
- બિહાર ઉત્તરાખંડ પછી તમિલનાડુના પડોશી રાજ્ય કર્ણાટકે જયલલિતાના નિધન પર એક દિવસનો શોકની જાહેરાત કરી. 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નઈ રવાના 
- રાહુલ ગાંધી પણ જશે ચેન્નઈ 
- કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ જયલલિતાને શ્રદ્ધાંજલિ આપવા ચેન્નઈ જશે 
- ઓલ ઈંડિયા રેડિયો મુજબ કેન્દ્ર સરકારે જયલલિતાના નિધન પર એક દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. 
- ઑલ ઈંડિયા રેડિયો મુજબ કેન્દ્ર સરકારે જયલલિતાના નિધન પર એક દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ખૂબ જ અફસોસ છે કે જયલલિતાજીના નિધન પર. તેઓ એક સ્ટ્રોંગ વુમન હતી - અમિતાભ બચ્ચન 
- મે મોદી, પુતિન અને ક્લિંટન જેવા જનવાદી નેતા જોયા પણ અમ્માને સમર્થકો તરફથી મળનારુ પવિત્ર સમ્માન ક્યાય નથી જોયુ. ઈલેન બેરી, સાઉથ એશિયા બ્યૂરો ચીફ, ન્યૂયોર્ક ટાઈમ્સ 
- જયલલિતાનુ જીવન તમિલનાડુ રાજ્ય અને આર્થિક-સામાજીક ઉદ્ધાર માટે સમર્પિત હતુ. - રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 
- સૌથી ઓછા વયમાં તમિલનાડુની પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ જયલલિતાના નામ પર છે. 
- સોમવારે મોડી રાત્રે 11.30 વાગ્યે તમિલાનડુની મુખ્યમંત્રી રહેલ જયલલિતાનુ ચેન્નઈના અપોલો હોસ્પિટલમાં નિધન થઈ ગયુ.