શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 31 મે 2018 (13:55 IST)

By Elections 2018 Results Live: કર્ણાટકના આરઆરનગરમાંથી કોંગ્રેસ જીતી, પાલઘરમાં ભાજપાને મળી જીત

ઉત્તર પ્રદેશના શામલી જીલ્લાની કૈરાન સહિત દેશભરની ચાર લોકસભા સીટ અને બિઝનૌર નૂરપુર સહિત દસ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટનીની મતગણતરી આજે સવારે 8 વાગે શરૂ થઈ ગઈ. થોડીવારમાં પરિણામ પણ આવવા માંડશે. જે સીટો પર મતગણતરી શરૂ થઈ છે તેમા લોકસભાની કૈરાના, નાગાલેંડ, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા-ગોંદિયા સીટો સામેલ છે.  આ ઉપરાંત નૂરપુર, બિહારની જોકીહાટ, પંજાબની શાહકોટ, પશ્ચિમ બંગાળની મહેશ્તલા, કેરલની ચેંગન્નૂર, ઝારખંડની ગોમિયા અને સિલ્લી, મહારાષ્ટ્રની પલુસ કાદેગાંવ, મેઘાલયની અંપતિ અને ઉત્તરાખંડની થરાલી વિધાનસભા સીટનો પણ સમાવેશ છે. 
 
કૈરાન પર સૌની નજર 
 
પ્રદેશની કૈરાના લોકસભા અને નૂરપુર વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટની પરિણામ પણ આજે જાહેર થશે.  કેન્દ્રીય ચૂંટણીપંચે આ બંને સીટો પર મતગણતરી માટે જરૂરી બધી વ્યવસ્થા બુધવારને સાજ સુધી પુર્ણ કરી લીધી હતી. 
 
Live update 
 
- ચેંગન્નુરમાં માકપાએ કાયમ રાખો પોતાની બાદશાહત, ચેરિયને જીત નોંધાવી 
- મહારાષ્ટ્રના પાલઘરમાં ભાજપાને મળી જીત. રાજેન્દ્ર ગાવિત જીત્યા 
- કર્ણાટક - રાજરાજેશ્વરી નગર સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર મુનિરતના 41162 વોટથી જીત્યા. 
- નૂરપુર વિધાનસભા પરથી સમાજવાદી પાર્ટી 6211 વોટથી જીતી 
- નાગાલેંડ લોકસભા પેટાચૂંટણીમાં ભાજપા સમર્થિત નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) કોંગ્રેસ સમર્થિત નાગા પીપલ્સ ફ્રંટ (એનપીએફ)પરથી 34669 વોટથી આગળ 
- કેરલ -ચંગન્નૂર સીટ પરથી સીપીઆઈએમના ઉમેદવાર 20956 વોટથી આગળ 
- કર્ણાટકની રાજરાજેશ્વરી વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર મુનિરત્ન 41162 વોટોથી જીત્યા 
- બિહારના જોકીહાટ વિધાનસભા સીટ પરથી આરજેડીની જીત, 41224 વોટોથી આરજેડી જીતી 
- ભાજપાના હાથમાંથી ગયુ નૂરપુર, 6211 વોટોથી સપા નેતાને મળી જીત 
- પંજાબની શાહકોટ સીટ પર 11માં રાઉંડની ગણતરી પછી કોંગ્રેસ 27049 વોટોથી આગળ, અકાળી દળે  EVM સાથે છેડછાડનો લગાવ્યો આરોપ 
- ઝારખંડના સિલ્લીથી આજસૂ, મહેશતાલાથી ટીએમસી, ચેંગનૂરથી સીપીઆઈએમ આગળ 
- બિહારના જોકીહાટથી આરજેડી આગળ 
- કેરલના ચેંગન્નૂરથી સીપીઆઈએમ 3106 વોટોથી આગળ 
- ભાજપાના ગવિટ પાલઘરથી 6000 વોટોથી આગળ 
- ઉત્તરાખંડ - થરાલી વિધાનસભા સીટ પરથી ભાજપાના ઉમેદવાર 339 વોટથી આગળ 
 
- ગોંદિયા-ભંડારા લોકસભા બેઠક પર એનસીપી ઉમેદવાર મધુકર કુકડે આગળ ચાલી રહ્યા છે. પાલઘરમાં બીજેપી ઉમેદવાર રાજેન્દ્ર ગાવિત આગળ ચાલી રહ્યા છે. શરૂઆતના તબક્કામાં મહારાષ્ટ્રની ભંડારા-ગોંદિયા લોકસભા બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 
 
- મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક પર શિવસેના આગળ, અહીં બીજેપી અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડ્યા હતા.
 
- બિહારની જોફીહાટ બેઠક પર લાલુ પ્રસાદની પાર્ટી આરએલડી આગળ ચાલી રહી છે. યુપીની નુરપૂર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી આગળ છે, પહેલા આ બેઠક પર બીજેપી આગળ ચાલી રહી હતી.