Kargil Vijay Diwas - આ પરમવીરે કહ્યુ હતુ.. હુ મોતને પણ મારી નાખીશ..!!
. 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે આ દિવએ ભારતે પાકિસ્તાન દ્વારા છેડાયેલ છદ્મ યુદ્ધનો અંત થયો હતો. આ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી. આ યુદ્ધમાં એક એવો હીરો હતો જેને યાદ કરીને આજે પણ ભારતીયોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. આ વ્યક્તિનુ નામ હતુ મનોજ કુમાર પાંડે. કારગિલ યુદ્ધમાં અસીમ વીરતાનુ પ્રદર્શન કરવાને કારણે કેપ્ટન મનોજને ભારતનુ સર્વોચ્ચ વીરતા પદક પરમવીર ચક્ર (મરણોપરાંત)પ્રદાન કરવામાં આવ્યુ.
ઉત્તરપ્રદેશના સીતાપુર જીલ્લામાં થયો જન્મ
મનોજ પાંડેયનો જન્મ 25 જૂન 1975ના રોજ ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લાના રૂધા ગામમાં થયો હતો. મનોજનુ ગામ નેપાળની સીમા પાસે હતુ. મનોજના પિતાનુ નામ ગોપીચંદ્ર પાંડે અને માતાનુ નામ મોહીની હતુ. મનોજનુ શિક્ષણ સૈનિક શાળા લખનૌમાં થયુઉ જ્યાથી તેમને અનુશાસન અને દેશપ્રેમનો પાઠ શીખ્યો. ઈંટરનો અભ્યાસ પૂરો કરીને મનોજે પ્રતિયોગી પરીક્ષા પાસ કરીને પુણે પાસે ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય રક્ષા અકાદમીમાં દાખલો લીધો. ટ્રેનિગ કર્યા પછી તે 11 ગોરખા રાયફલ્સ રેજિમેંટની પ્રથમ વાહનીના અધિકારી બન્યા.
ડાયરીમાં લખતા હતા પોતાના વિચાર
કારગિલ યુદ્ધના સમયે તનાવ ભરેલી સ્થિતિને જોતા બધા સૈનિકોની સત્તાવાર રજાઓ રદ્દ કરવામાં આવી હતી. માત્ર 24 વર્ષના કેપ્ટન મનોજ પાંડેને ઓપરેશન વિજય દરમિયાન જુબર ટૉપ પર કબજો કરવાની જવાબદારી આપવામાં આવી હતી. હાડકા કંપાવનારી ઠંડી અને થાક આપનારા યુદ્ધ છતા કેપ્ટન મનોજ કુમાર પાંડેની હિમંતે જવાબ નહોતો આપ્યો. યુદ્ધ વચ્ચે પણ તેઓ પોતાના વિચાર પોતાની ડાયરીમં લખ્યા કરતા હતા તેમના વિચારોમાં પોતાના દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ છલકતો હતો. તેમણે પોતાની ડાયરીમાં લખ્યુ હતુ જો મોત મારુ શોર્ય સાબિત થતા પહેલા મારા પર હુમલો કરશે તો હુ મારી મોતને પણ મારી નાખીશ.
દુશ્મનના સૈનિકો પર ચીતાની જેમ તૂટી પડ્યા
3 જુલાઈ 1999નો એ ઐતિહાસિક દિવસ જ્યારે ખાલુબર ચોટીને દુશ્મનોથી આઝાદ કરાવવાની જવાબદારી કેપ્ટન મનોજ પાંડેને આપવામાં આવી હતી. તેમને દુશ્મનોને જમણી તરફથી ઘેર્યુ હતુ. જ્યારે કે બાકી ટુકડી ડાબી બાજુથી દુશમનને ઘેરવાની હતી. તેઓ દુશ્મનના સૈનિકો પર ચીતાની જે તૂટી પડ્યા અને પોતાની બહાદુરીથી દુશ્મનોને માત આપી. તેમની બહાદુરીએ ચાર સૈનિકોના જીવ લીધા. આ લડાઈ હાથ દ્વારા લડવામાં આવી હતી.
ઝખ્મી હોવા છતા પણ આગળ વધ્યા પરમવીર
મનોજ ગંભીર રૂપે ઘવાયા છતા હાર નહોતી માની અને પોતાની પલટન માટે આગળ વધતા રહ્યા. આ વીરે ચોથા અને અંતિમ બંકર પર પણ ફતેહ હાસિલ કરી અને ત્રિરંગો લહેરાવ્યો. પણ અહી મનોજનો શ્વાસ થંભી ગયો. ગોળીઓ વાગવાથી જખ્મી થયેલા કેપ્ટન મનોજ પાંડે શહીદ થઈ ગયા. પણ જતા જતા મનોજે નેપાળી ભાષામાં છેલ્લા શબ્દ કહ્યા હતા, ના છોડનુ.. જેનો મતલબ થાય છે કે કોઈને પણ છોડશો નહી. જ્યારે કેપ્ટન મનોજ પાંડેનો પાર્થિવ દેહ લખનૌ પહોંચ્યો ત્યારે આખુ લખનૌ રસ્તા પર ઉમટી પડ્યુ હતુ. ભારત સરકારે મેદાન એ જંગમાં મનોજની બહાદુરી માટે પરમવીર ચક્રથી સમ્માનિત કર્યા. આપણે કારગિલ યુદ્ધને જીતી લીધુ. પણ તેને જીતવાની કોશિશમાં અનેક બહાદુર સૈનિકો જેવા કે સૌરભ કાલિયા, વિજયંત થાપર, પદમપાણિ આચાર્ય, મનોજ પાંડે, અનુજ નાયર અને વિક્રમ બત્રાને ગુમાવી દીધા.