કર્ણાટકનું નાટક: કુમારસ્વામીની સરકાર ફેલ, વિશ્વાસમતના પક્ષમાં માત્ર 99 વોટ પડ્યા

Last Modified મંગળવાર, 23 જુલાઈ 2019 (20:49 IST)
છેવટે, કર્ણાટકની કુમારસ્વામી સરકાર પડી. મંગળવારે સાંજે ટ્રસ્ટ વિશ્વાસમત દરમિયાન, કુમારસ્વામી સરકારના પક્ષમાં માત્ર 99 પડ્યા હતા. જ્યારે વિશ્વાસમતના વિરુદ્ધ 105 વોટ પડ્યાં. કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી જતાં કુમારસ્વામી થોડીવારમાં રાજ્યપાલને રાજીનામું આપશે.
બેંગલુરૂ સ્થિતિ કાર્યાલયમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. ભાજપ જીંદાબાદના નારા લાગ્યા હતાં. હવે આગામી બે દિવસની અંદર જ ભાજપ સરકાર રચવાનો દાવો રજુ કરી શકે છે.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે કહ્યું, ભાજપને સત્તા જોઈએ છે તો તેઓ સ્વીકારી કેમ નથી લેતા? તેઓ ઓપરેશન લોટસની વાત કેમ માનતા નથી? તેમણે બળવાખોર ઘારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત સ્વીકારી લેવી જોઈએ. આવનાર બે દિવસમાં રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને ભાજપ સરકાર રચવાનો દાવો રજુ કરી શકે છે. સરકાર ધરાશાયી થયા બાદ ભાજપે વિધાનસભામાં જ જીતની ઉજવણી શરૂ કરી દીધી હતી. આ સાથે જ ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાની તૈયારીઓમાં લાગી ગઈ છે.


આ પણ વાંચો :