1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (15:21 IST)

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

kerala man died due to idli stuck i throat
કેરળમાં સૌથી ઓછા સમયમાં સૌથી વધુ ઈડલી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 50 વર્ષના એક વ્યક્તિએ પણ ભાગ લીધો હતો. પરંતુ આ સ્પર્ધાએ તેને પાછળ છોડી દીધો. એક પછી એક ઈડલી તે ગળી રહ્યો, જેથી તે સ્પર્ધા જીતી શકે. ત્યારે અચાનક તેના ગળામાં ઈડલી ફસાઈ ગઈ. જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
 
વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ ઘટના પલક્કડ જિલ્લાના કાંજીકોડ ગામમાં બની હતી. ઓણમના તહેવારની ઉજવણી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. 15 સપ્ટેમ્બરના રોજ સમગ્ર કેરળમાં ઓણમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો. કાંજીકોડ ગામના કેટલાક યુવાનોએ તહેવાર નિમિત્તે ઈડલી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં અનેક યુવાનોએ ભાગ લીધો હતો. 50 વર્ષનો  સુરેશ પણ સ્પર્ધકોમાં હતો. ઓછા સમયમાં વધુમાં વધુ ઈડલી ખાનારી વ્યક્તિને ઈનામ મળવાનું હતું.

સ્પર્ધા શરૂ થતાં જ બધાએ ઈડલી ખાવાનું શરૂ કર્યું. સુરેશ પણ એક પછી એક ઈડલી ખાવા લાગ્યો. પરંતુ કમનસીબે તેના ગળામાં ઈડલી ફસાઈ ગઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તે હાંફી ગયો અને ત્યાં જ પડ્યો. ત્યાં હાજર લોકો તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા. પરંતુ તેની હાલત ગંભીર હોવાથી તબીબોએ તેને અન્ય હોસ્પિટલમાં રીફર કર્યો હતો. ત્યાં પણ ડોકટરો દર્દીનો જીવ બચાવી શક્યા ન હતા. સુરેશનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ   જ્યારે સુરેશના પરિવારજનોએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારની હાલત ખરાબ છે,  આ રીતે ઓણમના દિવસે જ એક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. હાલ આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.