શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન . , બુધવાર, 10 માર્ચ 2021 (13:55 IST)

કોણ છે ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવત

ઉત્તરાખંડમાં નવા સીએમના રૂપમાં તીરથ સિંહ રાવતના શપથ ગ્રહણની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતના રાજીનામા પછી તીરથ સિંહ રાવતને સીએમ પદની કમાન સોંપવાનો નિર્ણય થયો છે. આ નિર્ણય્હને ચૂંટણી પહેલા બીજેપી એક મોટો માસ્ટર સ્ટ્રોકના રૂપમાં જોઈ રહી છે. રાવત હાલ ઉત્તરાખંડના પૌડી લોકસભા ક્ષેત્રથી સાંસદ છે અને તેમની ઓળખ એક સર્વસામાન્ય નેતાના રૂપમાં રહી છે. ઈમાનદાર છબિ અને સ્વીકાર્યતા માટે જાણીતા ટીએસ રાવતને કોંગ્રેસે પણ એક અજાતશત્રુ નેતા કહ્યા છે. 
 
ઉત્તરાખંડના સીએમ પદના રૂપમાં શપથ લેવા જઈ રહેલ તીરથ સિંહ રાવત 1983થી સંઘ સાથે જોડાયા છે. રાવત સાંસદ બનતા પહેલા 2012થી 2017 સુધી ઉત્તરાખંડની ચૌબટ્ટાખાલ વિધાનસભાના એમએલએ રહ્યા હતા નએ તેઓ હાલ બીજેપીના નેશનલ સેક્રેટરી પણ છે. 9 એપ્રિલ 1964ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જીલ્લનાઅ અસવાલસ્યૂંમાં જન્મેલા તીરથ રાવત માત્ર 20 વર્ષની વયમાં જ આરએસએસના પ્રચારક બન્યા હતા. 
 
છાત્ર રાજનીતિ અને રામ મંદિર આંદોલનમાં રહ્યા સક્રિય 
 
તીરથ સિંહ રાવતે ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી બીએ અને બિરલા કોલેજ ગઢવાલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને પત્રકારિતાનો અભ્યાસ કર્યો છે. રાવત અભ્યાસ પછી આરએસએસ સાથે જોડાયેલા હતા અને તેઓ 20 વર્ષ ની વયમાં સંઘના ક્ષેત્રીય પ્રચારક બન્યા. ત્યારબાદ તેમને એબીવીપીના સંગઠન મંત્રીના રૂપમાં કામ કર્યુ. રાવતે પોતાના વિદ્યાર્થી જીવનમાં હેમવંતી નંદન ગઢવાલ વિશ્વવિદ્યાલયમાં છાત્ર સંઘના અધ્યક્ષ પણ રહ્યા. બીજી બાજુ રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન તેઓ 2 વર્ષ જેલમાં પણ રહ્યા.  
 
ક્યારેય વિચાર્યુ નહોતુ, અહી સુધી પહોંચી શકીશ - તીરથ સિંહ રાવત 
 
તીરથ સિંહ રાવતે સીએમ પદ માટે પસંદગી પામ્યા પછી કેન્દ્રીય નેતૃત્વનો આભ્યાર માન્યો.  રાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ,  હુ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી ચીફ જેપી નડ્ડાને ધન્યવાદ આપુ છુ.