ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: લખનૌ. , ગુરુવાર, 13 એપ્રિલ 2023 (15:11 IST)

જાણો કોણ છે એ પોલીસ ઓફિસર જેણે અતીકના પુત્રને કર્યો ઠાર, રાષ્ટ્રપતિ પણ કરી ચુક્યા છે સન્માનિત

uppolice
ઉમેશ પાલ હત્યાકાંડ પછી હત્યારો ફરાર હતો. તેણે પકડવાનુ ટાસ્ક ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સને આપવામાં આવ્યુ હતુ. આજે ગુરૂવારે STF ની ટીમે અતીકના પુત્ર અસદ અને હત્યાકાંડમાં સામેલ શૂટર ગુલામને એનકાઉંટરમાં ઠાર કર્યો. આ બંનેને STF ની ટીમે ઠાર કર્યો. આ ટીમનુ નેતૃત્વ એસટીએફના ડીએસપી નવેંદુ સિંહ અને ડીએસપી વિમલ કરી રહ્યા હતા. 
 
કોણ છે ડીએસપી નવેંદુ સિંહ ?  
 
નવેંદુ સિંહને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સમાં વર્ષ 2018માં સામેલ કરવામાં આવ્યા હતા. અને હાલ તેઓ  STFમાં DSP ના પદ પર નિયુક્ત છે.  નવેંદુ સિંહને થોડા વર્ષ પહેલા એક ડાકુ સાથે ગોળીબારીમાં તેમના હાથ અને ગરદ પર ગોળી વાગી ગઈ હતી.  ગયા વર્ષે જ બે ઈનામી બદમાશોને નવેંદુ સિંહે ઠાર કર્યા હતા.  આ માટે તેમને 2008માં રાષ્ટ્રપતિ વીરતા પદક અને 2014મા રાષ્ટ્રીય પરાક્રમ પદકથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. ગયા વર્ષે 2022માં પણ નવેંદુ સિંહને તેમની વીરતા માટે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 
 
ઉમેશ પાલ હત્યાકાંડને અસદે કર્યા હતા લીડ 
 
ઉલ્લેખનીય છે કે બસપા ધારાસભ્ય રાજૂ પાલની હત્યા બાબતે મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના બે સુરક્ષા ગાર્ડની આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના ધૂમનગંજ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડને અસદ જ લીડ કરી રહ્યા હતા. પોલીસે તેને છેલ્લા દોઢ મહિનાથી શોધી રહી હતી. પણ તે પોલીસને હાથતાળી આપીને ફરાર હતો. આજે છેવટે પોલીસને તે ઝાંસીમાં હોવાની ભાળ મળી અને STFની ટીમે તેનુ એનકાઉંટર કરી નાખ્યુ.  માહિતી મુજબ માર્યા ગયેલા અસદ અને ગુલામ પાસેથી પોલીસે  વિદેશી અત્યાધુનિક હથિયાર પણ જપ્ત કર્યા છે.