1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (10:07 IST)

કોઈ મને આ નથી કહી શકતું કે મારે શું કરવું જોઈએ શું નહીં - મમતા બેનર્જી

દુર્ગા મૂર્તિ વિસર્જન અને મુહર્રમ એકસાથે હોવાથી તારીખના ફેરફાર પર હાઈકોર્ટે મમતા સરકારની અરજી નામંજૂર કરી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતો પ્રહાર કર્યો હતો. મમતાએ કહ્યું કે, કોઈ મને આ નથી કહી શકતું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં, શાંતી જાળવી રાખવા માટે હું એ બધું જ કરીશ જે મારે કરવું જોઈએ.
 
કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો આંચકો આપતા મોહરમ બાદ દુર્ગા પ્રતિમા વિસર્જન કરવાના રાજ્ય સરકારને આદેશને રદ કરી નાખ્યો છે. મમતા બેનરજી માટે આ ચૂકાદો એક મોટા આંચકો ગણી શકાય. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે લોકો પહેલાની જેમ જ મોહરમ સહિત તમામ દિવસોના રોજ રાતે 12 વાગ્યા સુધી મૂર્તિ વિસર્જન કરી શકે છે. પોલીસે આ માટે વ્યવસ્થા કરવાની રહેશે. હાઈકોર્ટે પોલીસને જણાવ્યું કે બંને કાર્યક્રમો માટે અલગ અલગ રૂટ તૈયાર કરવો.પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા પર માતા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન મોહર્રમ બાદ કરાવવાના સરકારી આદેશ પર કોલકાતા હાઈકોર્ટે આજે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીને ફટકાર લગાવી હતી.