બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (10:50 IST)

બાબા રામ રહીમ - ડેરામાં 600થી વધુ હાડપિંજર...હત્યા કરી લાશને ડાંટી દેવાની પણ શંકા !!

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમના મામલે નવો ખુલાસો થયો છે. ડેરા પ્રબંધન કમિટીના ડૉ. પી આર નૈને એસઆઈટીની તપાસમાં ખુલાસો કર્યો છે કે ત્યા મોક્ષ માટે પણ લાશ દફનાવવામાં આવતી હતી. એ પણ માહિતી મળી છે કે ડેરામાં 600થી વધુ હાંડપિંજર છે. 
 
તપાસ એજંસીઓએ ડેરામાં હત્યા કરી લાશને ડાટવાનો પણ શક છે.  સૂત્રોના મુજબ ટૂંક સમયમાં જ ત્યા ખોદકામ કરવામાં આવી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે રેપના બે મામલામાં ગુરમીત રામ રહીમને 10-10 વર્ષની સજા સંભળાવાઈ હતી. તે જેલમાં બંધ છે.  બીજી બાજુ તેના નિકટની મનાતી હનીપ્રીતની શોધમાં પોલીસ હરિયાણા, રાજસ્થાનથી લઈને નેપાળ સુધી છાપેમારી કરી રહી છે. 
 
મંગળવારે હનીપ્રીતના નેપાળમાં હોવાની સૂચના મળી હતી. ત્યારબાદથી હરિયાણા પોલીસ નેપાળ પોલીસની સાથે ત્યા સાદા કપડામાં રેડ પાડી રહી છે. બીજી બાજુ નેપાળની બીજી એજંસીઓ પણ બોર્ડર પર સક્રિય થઈ ગઈ.