મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ચંડીગઢ , સોમવાર, 28 ઑગસ્ટ 2017 (15:59 IST)

LIVE - Ram Rahimને રેપના આરોપમાં 10 વર્ષની સજા

- રામ રહીમના આંસૂથી ન પીગળ્યુ જજનુ દિલ.. 10 વર્ષની સજા 
-  સિરસા હિંસાની માહિતી કોર્ટને આપવામાં આવી. 
- કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા વકીલ 
- કરફ્યુ છતા પણ સિરસામાં બે ગાડીઓમાં લગાવી આગ 
- ડેરા સચ્ચા સૌદાના સમર્થકોએ સિરસામાં બે ગાડીઓમાં લગાવી આગ 

- માથા પર બાંધ્યુ છે સફેદ કપડુ  
- રામ રહીમે કોર્ટને કહ્યુ અમે લોકો માટે ભલાઈનુ કામ કર્યુ છે 
- રામ રહીમની આંખમાં આંસૂ હતા કોર્ટમાં માફી માંગી રહ્યા છે દયાની ભીખ  
- જેલની મીટિંગ રોમમાં કોર્ટ રૂમ બનવ્યો રામ રહીમની તરફથી 3 વકીલ દલીલ કરશે 
- અભિયોજન પક્ષે દોષી રામ રહીમ માટે અધિકતમ સજાની માંગ કરી છે. 
- સીબીઆએ જજે બંને પક્ષોને સજા પર જિરહ કરવા માટે 10 મિનિટનો સમય અપયો 
- કોર્ટની કાર્યવાહી શરૂ 
- સીબીઆઈ વિશેષ જજ રોહતક જેલ પહોંચ્યા 
- રોહતક જેલ પહોચ્યા જજ જગદીપ લોહાણ.. થોડી જ વારમાં સંભળાવશે સજા 
- ડેરા અનુયાયીઓને નપુંસક બનાવવા મામલાની સુનાવણી 25 ઓક્ટોબરના રોજ 
- હરિયાણામાં સ્થિતિ તનાવપૂર્ણ પણ નિયંત્રણમાં - ગૃહ મંત્રાલય 
- રોહતક જેલમાં બનેલ વિશેષ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે. બાબા રામ રહીમને સીબીઆઈની વિશેષ કોર્ટ સજા જાહેર કરશે. સીબીઆઇ અદાલતના જજ હેલિકોપ્ટર મારફતે રોહતક જેલ પહોંચી ગયા છે.
 
- રામ રહીમની સજાની સુનાવણીને પગલે પંજાબ અને હરિયાણામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સરકારે જો કે સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે.

- રોહતકમાં ખૂણે ખૂણે સુરક્ષા બળનો પહેરો, રામ રહીમ પર નિર્ણય બે કલાક પછી 
-ચંડીગઢથી હેલીકોપ્ટર દ્વારા રોહતક જઈ રહ્યા છે જગદીપ લોહાણ સાથે છે 3 અધિકારી 
- સુપ્રીમ કોર્ટ સખત.. આશારામ મામલે ગુજરાત સરકાર પાસેથી સોગંધનામુ દાખલ કરવા કહ્યુ, પુછ્યુ અત્યાર સુધી પીડિતોની પૂછપરછ કેમ નથી કરી. 
- #SupremeCourt  એ આસારામ બાપૂ વિરુદ્ધ બળાત્કાર મામલે ધીમી સુનાવણીને લઈને ગુજરાત સરકારને પ્રશ્ન કર્યો 
- ચંડીગઢમાં સીઆઈડી મુખ્યાલય પરથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવશે. હરિયાણાના ડીજીપી બીએસ સંઘૂ અને મુખ્હ સચિવ રામનિવાસ 
- રોહતકમાં એડીજી અકીલ અહમદ અને આઈજી ઈંટેલિજેંસ  પર સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી 

- પંજાબના સંગરુરમાં 23 ડેરા સમર્થક અરેસ્ટ, ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ 
- પંજાબમા મોગામાં બપોરે 1 વાગ્યે લાગશે કરફ્યુ 
\\-પંજાબના સંગરુરમાં 23 ડેરા સમર્થટ અરેસ્ટ 
- રોહતકના આઈજીપી નવદીપ સિંહે શૂટ એંડ સાઈટનો ઓર્ડર આપ્યો 
- રામ રહીમ રેપ કેસ નિર્ણય આજે 
- સીબીઆઈના જજ જગદીપ સિંહને આપવામાં આવી છે જે જેડ પ્લસ સિક્યોરિટી હરિયાણાના મુખ્ય સચિવ ગૃહ રામ નિવાસ 
- રોહતક થયુ સીલ જેલમાંથી 3 કિલોમીટર સુધી સુરક્ષા બળોનો કડક પહેરો 10 ડ્યુટી મેજીસ્ટ્રેટ ગોઠવાયા 
- પરિસ્થિતિ પર નજર રાખવા ડીજીપી બીએસ સંધૂ રોહતક જશે. ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ 
- પંચકૂલા હિંસાને ધ્યાનમાં રાખીને સરકાર ડેરા પ્રેમીઓને રોહતકથી દૂર રાખ્યા છે. જેલના 10 કિમીના ઘેરાવમાં સાત લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અનેક જગ્યાએ તારની વાડ ઉભી કરાઈ છે. 
- અર્ધલશ્કરી દળોની 23 કંપનીઓએ મોર્ચો સંભાળી લીધો છે. 1500 પોલીસ કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે.
 
 સિરસામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સીબીઆઈની વિશેષ કોર્ટ આજે બે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલે સજા સંભળાવશે.   રામ રહીમને 25 ઓગસ્ટના રોજ દોષી સાબિત કર્યા હતા.  સજા સંભળાવવા માટે રોહતકની સુનારિયા જેલમાં બપોર પછી 2.30 વાગ્યે વિશેષ કોર્ટ લગાવવામાં આવશે.  
 
આવુ પહેલીવાર થશે જ્યારે હરિયાણાના કોઈ જેલ પરિસરમાં કોર્ટ લગાવીને સજા સંભળાવવામાં આવશે.  રામ રહીમને ન્યૂનતમ સાત વર્ષ અને અધિકતમ ઉંમરકેદની સજા થઈ શકે છે.  15 વર્ષ જૂના આ મામલે ધીરજ અને હિંસા પછી પીડિત સાધ્વીઓને ન્યાય મળશે. 
 
સીબીઆઈ કોર્ટે રામ રહીમને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની ત્રણ ધારાઓ 376 (દુષ્કર્મ) 506 (ધમકી આપવા) અને 509 (મહિલાની ઈજ્જત સાથે રમત) હેઠળ દોષી ઠેરવ્યા છે. બીજી બાજુ  પાંચ સ્તરીય સુરક્ષાનો ધેરો બનાવ્યો છે. પોલીસ અને સુરક્ષા  બળને ઘટના સ્થળ પર જ તરત એક્શન લેવા અને ઉપદ્રવીઓને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. હેલીકોપ્ટર અને ડ્રોનથી નજર રાખવામાં આવશે.  અર્ધસૈનિક બળની 23 કંપનીઓ ગોઠવવામાં આવી છે. સેના સ્ટેંડ બાય પર રહેશે.