રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (10:50 IST)

Tokyo Paralympics- કૃષ્ણા નાગરે પેરાલંપિક રમતોનો અંતિમ દિવસ બનાવ્યો ખાસ બેડમિંટનમાં જીત્યો ગોલ્ડ મેડલ

ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક ગેમ્સના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ છે રવિવારે પેરા ખેલાડી કૃષ્ણા નગરએ બેડમિન્ટનની SH6 કેટેગરીની ફાઇનલમાં હોંગકોંગના ચુ મેન કાઇને 21-17, 16-21, 21-17થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ સાથે ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીમાં પાંચમો ગોલ્ડ જીત્યો છે, જ્યારે તેના કુલ મેડલની સંખ્યા 19 થઈ ગઈ છે. કૃષ્ણા પહેલા ત્રણ ખેલાડીઓ પ્રમોદ ભગત (ગોલ્ડ), સુહાસ યથીરાજ (સિલ્વર) અને મનોજ સરકાર (બ્રોન્ઝ) બેડમિન્ટનમાં મેડલ જીતી ચૂક્યા છે.