ગૂગલ ડૂડલ - જાણીતા તબલા વાદક લચ્છુ મહારાજની 74મી જયંતી પર ગૂગલે આ રીતે આપી શ્રદ્ધાંજલિ

lachhu maharaj
Last Modified મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (11:02 IST)

દેશના મહાન લચ્છુ મહારાજની 74મી જયંતી પર ગૂગલે એક ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે.
આ ડૂડલમાં લચ્છુ જી મહારાજની એક પેટિંગ બનાવી છે. જેમા તે ગાતા અને તબલા
વગાડતા દેખાય રહ્યા છે.

16 ઓક્ટોબર 1944ને ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલા લચ્છુ મહારાજને તબલા પ્રત્યે અગાધ પ્રેમ હતો. આ જ કારણ હતુ કે તેમને તબલા વાદનની સારી શ્રેષ્ઠ કલા દ્વારા દેશ વિદેશમાં નામ કમાવ્યુ.

પોતાની આ ખૂબીઓને કારણે જાણીતા હતા.

-
લચ્છુ મહારાજે ખૂબ ઓછી વયમાં તબલા વગાડવા શરૂ કરી દીધા હતા. તેમને પોતાની તબલા વાદનની કલા દ્વારા બોલીવુડમાં પણ ખૂબ નામ કમાવ્યુ હતુ.

- તેઓ ખૂબ મનમોજી પ્રકારના વ્યક્તિ હતા. જેને કારણે આજે અપ્ણ બનારસમાં તેમને યાદ કરવામાં આવે છે.

- લચ્છુ મહારાજ સમયના ખૂબ શિસ્ત હોવાને કારણે પણ તે જાણીતા હતા. એકવાર તેમને તબલા વાદન માટે આકાશવાણી બોલાવવામાં આવ્યા. પણ જે મહોદયે તેમને બોલાવ્યા હતા તે પોતે 5 મિનિટ લેટ આવ્યા. લચ્છુ મહારાજને આ ગમ્યુ નહી અને તેઓ કાર્યક્રમ કર્યા વગર જ પરત આવી ગયા.

-
લચ્છુ મહારાજ 12 ભાઈ બહેન હતા. જેમા તેઓ ચોથા નંબર પર હતા. તેમણે ટીના નામની ફ્રાંસીસી મહિલા સાથે લગ્ન કર્યા હતા બોલીવુડ એક્ટર ગોવિંદા તેમના ભાણેજ છે.

જેલમાં પણ તબલા વાદન કર્યુ

-
1975માં જ્યારે કટોકટી લાગી ત્યારે તો પણ જેલ ગયા. જ્યા તેઓ જાણીતા સમાજવાદી નેતાઓ જોર્જ ફર્નાંડિસ, દેવવ્રત મજુમદાર અને માર્કડેયને તબલા વગાડીને સંભળાવતા હતા.

-
લચ્છુ મહારાજને પદ્મ શ્રી સન્માન માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. પણ તેમણે એવુ કહીને ના પાડી દીધી કે લોકો તરફથી મળનારો પ્રેમ જ તેમનુ સૌથી મોટુ સન્માન છે. 72 વર્ષની વયમાં 27 જુલાઈ 2016ના રોજ હાર્ટ એટેકથી તેમનુ મોત થઈ ગયુ.


આ પણ વાંચો :