શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:21 IST)

રાહુલ ગાંધી 3 રાજ્યોના CMના નામોનુ એલાન ટૂંક સમયમાં જ કરશે.. અનેક દાવેદાર ઉભા થયા..

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત પછી હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રીના નામને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીના નામ પર અંતિમ મોહર રાહુલ ગાંધી જ લગાવશે.  જનાદેશ અને જનપ્રતિનિધોની આંકાક્ષાઓ પર તાલમેલ બેસાડ્વાની પુરજોર કોશિશ ચાલી રહી છે.  ચૂંટણી પરિણામ આવ્યા બાદ પાર્ટીના હાઇકમાન્ડ વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. અત્યાર સુધી પાર્ટી કોઇ એકના નામને લઇને પોતાનો મત એક કરી શકી નથી. એવામાં મુખ્યમંત્રીઓના નામની પસંદગી કરવાની જવાબદારી કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડી દેવામાં આવી છે. 
 
પાર્ટીના સૂત્રોના મતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત કરતા અગાઉ રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકર્તાઓની મરજી પણ જાણવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે આ નિર્ણયમાં પાર્ટી માટે દિવસ રાત મહેનત કરનારા કાર્યકર્તાઓની પસંદને પણ ધ્યાનમાં રાખવામાં આવે.  રાજ્યોમાં સરકાર રચવાની તક મળતાં જ કોંગ્રેસમાં રહેલી જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીપદના દાવેદારોની સંખ્યા એક કરતાં વધુ હોવાથી પરિસ્થિતિ ગૂંચવાય રહી છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાઇલટ સીએમપદ માટે પ્રબળ દાવેદારી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. છત્તીસગઢમાં ટી. એસ. સિંહદેવ, ડો. ચરણદાસ મહંત, ભૂપેશ બધેલ અને તામ્રધ્વજ સાહૂ સીએમપદની સ્પર્ધામાં છે.
 
અશોક ગેહલોત અને સચિન પાઇલટ દિલ્હી પહોંચી ગયા છે. અહીં તેમની રાહુલ ગાંધી સાથે બેઠક થશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘર પર પાર્ટીના મોટા નેતાઓ પહોંચી રહ્યાં છે. કોંગ્રેસમાં ચક્રમાનો ગતિમાન થયા છે. રાહુલ ગાંધી સંસદીય કાર્યવાહીમાંથી અધવચ્ચે પરત ફર્યા છે.
 
અગાઉ સંસદમાં જતાં પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મુખ્યમંત્રીના નામોને લાઈને અમે ધારાસભ્યો અને કાર્યકર્તાઓના મંતવ્યો લઈ રહ્યાં છીએ. અમે પાર્ટીના જુદા જુદા લોકોના પણ મત જાણી રહ્યાં છીએ. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.