બુધવાર, 1 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:20 IST)

કેન્દ્ર સરકાર કેવડિયાને અત્યાધુનિક રેલવે સ્ટેશનની ભેટ આપશે

Railway station proposed at KEWADIYA for better connectivity
સ્ટેચ્યુ ઓફ યૂનિટીથી સાડા ત્રણ કિલોમીટર દૂર નાના શહેર કેવડિયાને રેલવે સ્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. સરકારી સૂત્રો મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ડિસેમ્બરે કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનો પાયો નાંખશે. સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું નિર્માણ ગુજરાતના નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યું છે અને અહીની મુલાકાત લેવા માટે પહેલા કેવડિયા પહોંચવું પડે છે. 
સ્ટેચ્યુ ઓફ યૂનિટીના ઉદઘાટન પછી પહેલા 11 દિવસ દરમિયાન ભવ્ય સ્મારકને નિહાળવા માટે લગભગ 1.3 લાખ લોકો ઉમટ્યા હતા. ગુજરાત સરકાર આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવી રહી છે અને આ સંદર્ભમાં કેવડિયાને રેલવે સ્ટેશનની ફાળવણી સારા સમાચાર છે. યોજના તૈયાર કરનાર સૂત્રો મુજબ કેવડિયાને અત્યંત આધુનિક રેલવે સ્ટેશન ભેટ આપવામાં આવશે. જેથી સ્ટેચ્યુ ઓફ યૂનિટીની મુલાકાતે આવતા પર્યટકોને દરેક પ્રકારની સુવિધા મળી રહે. 
ગુજરાત સરકારની આ યોજના હેઠળ સ્થાનિક લોકોને રોજગારની વધારે તકો મળવાની સંભાવનાઓ વધી હતી. હાલના સમય મુજબ કેવડિયામાં આશરે 6,788 લોકો વસવાટ કરી રહ્યા છે.રેલવે મંત્રી પીયૂષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી આ કાર્યક્રમાં હાજરી આપશે.