શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (18:31 IST)

કમલમ ખાતે ભારે સન્નાટો! પરિણામો બાદ કોઈ ભાજપના નેતા કે આગેવાનો ફરકયા નહીં

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો નો ટ્રેન શરૂ થયા બાદ અને બપોરે ત્રણ વાગ્યા પછી એવું લાગ્યું કે હવે ભાજપની હાર નક્કી છે ત્યારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારે સન્નાટો જોવા મળ્યો હતો. ઉપરાંત ખાનપુરમાં આવેલી ભાજપને વર્ષો જૂની કચેરીમાં પણ કોઈ કાર્યકરો કે આગેવાનો દેખાયા નહોતા.
સામાન્ય રીતે અન્ય રાજ્યોની ચૂંટણીમાં જો ભાજપ જીતે તો પ્રદેશ કાર્યાલયમાંથી હજારો કાર્યકરોને વિજયની ઉજવણી કરવા તેમજ દારૂખાનું ફોડવામાં બોલાવવામાં આવતા હોય છે. જો પેટાચૂંટણીમાં ભાજપનો હાથ ઊંચો રહે તો પણ ભવ્ય ઉજવણી કરાતી હોય છે. પરંતુ પાંચ રાજ્યોની ચૂંટણીમાં માત્ર મધ્યપ્રદેશ ભાજપ જાળવી રાખી શકે એવી સ્થિતિ ઊભી થઈ છે. આ રાજ્ય પણ પણ શરૂઆતમાં ભાજપ ગુમાવી દે તેવું લાગતું હતું પરંતુ અંતિમ પરિસ્થિતિમાં થોડા ઘણા અંશે મધ્યપ્રદેશ સત્તા જાળવી રાખવામાં સફળ થઈ શકશે. 
મધ્યપ્રદેશના વિજયની પણ કોઈ ઉજવણી કરાઈ નથી બંને કાર્યાલયોમાં મીડિયા સેલના એક બે નેતાઓ સિવાય અન્ય કોઈ આગેવાનો કે કાર્યકરો આવ્યા નહોતા. એટલું જ નહીં ભાજપના અનેક અગ્રણીઓએ સોશિયલ મીડિયા ઉપર એકબીજાને મેસેજ મોકલ્યા હતાં જેમાં ફિલ્મ 'શોલે'ના ડાયલોગ 'ઇતના સન્નાટા કયું હૈ ભાઈ!' આ કોમેન્ટ ને કાર્યકરોએ મોટા પાયે વાયરલ કરી હતી. 
ભાજપના કાર્યકરો એવી ચર્ચા કરી રહ્યા છે કે જે પાંચ રાજ્યોમાં ભાજપને ફટકો પડયો છે તેનું મૂળ કારણ વિશ્વ હિન્દુ પરિષદના બે ભાગલા પાડવા તેમજ પાયાના કાર્યકરોની અવગણના છે. હજુ જો 2019 લોકસભાની ચૂંટણીમાં પણ તેના પરિણામો ભોગવવા પડશે એવું ભાજપના જ આગેવાનો જણાવી રહ્યા છે.