બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 28 નવેમ્બર 2021 (11:26 IST)

LPGનાં ભાવમાં ઘટાડાની શક્યતા

LPG Subsidy: મોંઘવારીથી આજે દરેક લોકો પરેશાન છે. એક બાજુ જ્યા ઘરેલુ ગેસ સિલેંડરના ભાવ 900 રૂપિયા પહોંચી ગયા છે. બીજી બાજુ આ વઘતા ભાવે રસોડાનુ બજેટ બગાડી નાખ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી લોકોને પણ બેંક ખાતામાં સબસીડી ની રકમ જમા થઈ  રહી નથી. પણ હવે તમને પરેશાન થવાની જરૂર નથી. જો છેલ્લા કેટલાક સમયથી તમને સબસીડીન પૈસા નથી મળ્યા તો કેન્દ્ર સરકાર તેને ફરીથી શરૂ કરવાનુ વિચારી રહી છે. મતલબ કેન્દ્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ પર ટેક્સ પર છૂટ આપ્યા પછી રસોઈમાં પણ થોડી રાહત આપી શકે છે. 
 
મોદી સરકાર આગામી સમયમાં એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી હોવાનું મનાય છે. દેશમાં ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ગેસ એજન્સી સંચાલકોને આ સંદર્ભમાં સંકેત મળ્યા હોવાનું કહેવાય છે. 
 
ઓઈલ માર્કેટિંગ કંપનીઓની તરફથી ગેસ ડીલર્સને મળેલા સંકેત મુજબ રસોઈ ગેસ સિલેંડર પર સરકાર 303 રૂપિયા સુધીની રાહત આપવાનો વિચાર કરી રહી છે. એટલ કે જો હાલ 900 રૂપિયામાં મળતો ગેસ સિલેંડર તમને 587 રૂપિયા સુધી મળી શકે છે. અંતિમવાર આ સબસીડી વર્ષ 2020ના એપ્રિલમાં 147.67 રૂપિયાની મળી હતી. પણ ત્યારે ઘરેલુ ગેસ સિલેંડરનો ભાવ 731 રૂપિયા હતો. અને જો સબસીડી પછી 583.33 રૂપિયા મળી રહી હતી એટલે કે અત્યાર સુધી ઘરેલુ ગેસ સિલેંડર 205.50 રૂપિયા અને કમર્શિયલ સિલેંડર 655 રૂપિયા મોંઘો થઈ ચુક્યો છે.