લખનૌમાં મોટી દુર્ઘટના, બિહારથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસમાં લાગી આગ, જીવતા સળગ્યા પાંચ યાત્રાળુ, અનેક ઘાયલ
Lucknow Bus Fire Accident - બિહારના બેગુસરાયથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી સ્લીપર બસ (બસ નં. UP17 AT 6372) માં લખનૌ-રાયબરેલી રોડ, મોહનલાલગંજ ઉપર લખનૌના કિસાન પથ પર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ. આગ લાગ્યા પછી પણ બસ લગભગ એક કિલોમીટર સુધી દોડતી રહી. ડ્રાઈવર અને કંડક્ટર તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા. પોલીસ અને સામાન્ય લોકોની મદદથી કાચ તોડીને બસમાં બેઠેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે લગભગ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો. જ્યારે ફાયર ફાઇટર બસની અંદર ગયા, ત્યારે તેમને ત્યાં પાંચ લોકોના મૃતદેહ મળ્યા. આગમાં દાઝી ગયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકોમાંથી એક સિવાય, બાકીના ચારની ઓળખ થઈ ગઈ છે.
બસમાં 80 મુસાફરો સવાર હતા
અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ, બસમાં લગભગ એંસી મુસાફરો હતા. મૃતકોમાં બે બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતનો સમય સવારે પાંચ વાગ્યાની આસપાસ હોવાનું કહેવાય છે. તે સમયે બસમાં બધા સૂતા હતા. એક માણસ સિવાય, બાકીના બધા મુસાફરોની ઓળખ થઈ ગઈ છે.
ગેટ ન ખુલવાના સમાચાર આવી રહ્યા છે સામે
મળતી માહિતી મુજબ આગ લાગ્યા બાદ બસ થોડી વાર સુધી બળતી હાલતમાં દોડતી રહી. ડ્રાઈવર અને કંડક્ટર કાંચ તોડીને ભાગી ગયા. મુખ્ય ગેટ આગ લાગવાને કારણે જામ થઈ ગયો. જે લોકો બીજા રસ્તેથી નીકળી ગયા તે બચી ગયા. સૂચના મુજબ દુર્ઘટના પીજીઆઈ કલ્લીની પાસેથી પસાર થઈ રહેલ કિસાન પથ પર થઈ. સ્થાનીક લોકોને દુર્ઘટનાની સૂચના પોલીસે આપી. બસમાંથી નીકળી રહેલા લોકોએ જણાવ્યુ કે બસ રોક્યા બાદ ડ્રાઈવર અને કંડક્ટર ડ્રાઈવરની પાસેની બારીમાંથી કૂદીને ભાગી ગયો.