બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (08:19 IST)

Narendra Giri: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં નિધન, રૂમમાંથી મળી સુસાઈડ નોટ

સાધુ સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતી અખાડા પરિષદ સાથે જોડાયેલા પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું નિધન થઈ ગયુ છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું નિધન થયુ છે. હાલ મૃત્યુનું કારણ સામે આવ્યું નથી. અધિકારીઓ શંકાસ્પદ મોત ગણાવી રહ્યા છે. મઠમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહત્વના અધિકારીઓ મઠ પહોંચી રહ્યાં છે.  એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી છે. શંકાસ્પદ પરિસ્થિતિતમાં મોતને જોતા તંત્ર પોસ્ટમોર્ટમ પર વિચાર કરી રહ્યુ છે. મઠ પર 
 
ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે. 
 
અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે. 
 
જ્યારે, મહંત નરેંદ્ર ગિરિના મોતને લઈ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, આનંદ ગિરિએ મહંત નરેંદ્ર ગિરિને લઈ કહ્યું કે તેમની હત્યા ષડયંત્ર કરીને કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે