શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (10:45 IST)

શુ NCP ચીફ શરદ પવાર બનશે રાષ્ટ્રપતિ ? મહારાષ્ટ્રમાં બીજેપી-એનસીપી બનાવશે સરકાર ?

મહારાષ્ટ્રમાં શિવસેનાને સત્તાની દોડમાંથી બહાર કરવાની જીતોડ કોશિશ કરી રહેલ બીજેપી શરદ પવારથી પણ સતત સંપર્કમાં છે અને સૂત્રોના મુજબ પવાર માટે રાષ્ટ્રપતિ પદની રજુઆત કરવામાં આવી છે. પણ રાષ્ટ્રાવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખે હાલ ભારતીય જનતા પાર્ટીની સાથે કોઈપણ મોલભાવની શક્યતાને નકારવામાં આવી છે. આ દરમિયાન શિવસેનાનુ કહેવુ છે કે એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને સરકર બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે  તમે શરદ પવાર અને અમારા ગઠબંધન વિશે ચિંતા ન કરશો. ખૂબ જલ્દી શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધન સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં હશે. આ એક સ્થિર સરકાર રહેશે. 

મહારાષ્ટ્રમાં સરકાર બાનવવાને લઈને ચાલી રહેલ સંકટ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જો કે આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોને લઈને રહેશે.  શરદ્દ પવાર અને પીએમ મોદી વચ્ચે આ મુલાકાત સંસદ ભવનમા લગભગ બપોરે 12 વાગે થશે. 
 
એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું, 'એનસીપીના પ્રમુખ શરદ પવાર આજે સંસદમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આ બેઠક ખેડૂતોના મુદ્દે યોજાશે. અમે ખેડૂતો માટે વડા પ્રધાન પાસેથી થોડી રાહતની માંગ કરીશું. મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે 70 હેક્ટર પાકનો નાશ થયો છે અને કુલ નુકસાન લગભગ પાંચ હજાર કરોડનું થયું છે. ઉલ્લેખનીય  છે કે શિવસેનાના સાંસદોએ પણ આ મુદ્દે સંસદ સંકુલમાં દેખાવો કર્યા હતા.

સૂત્રોના હવાલાથી એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર બનાવવા માટે ચર્ચા કરવામાં આવી રહેલા ફોર્મ્યુલા મુજબ શિવસેના સંપૂર્ણ પાંચ વર્ષની મુદત માટે મુખ્યમંત્રી રહેશે અને એનસીપી-કોંગ્રેસમાંથી એક નાયબ મુખ્ય પ્રધાનની નિમણૂક કરવામાં આવશે.
 
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ વડા પ્રધાન મોદી અને શરદ પવાર વચ્ચે આ પહેલી બેઠક હશે. તે જ સમયે, વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી, શિવસેનાએ મુખ્યમંત્રી પદ માટે ભાજપ સાથે દાયકાઓ જૂનું જોડાણ તોડ્યું હતું અને હવે તે એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ બનાવીને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
 
રાજ્યસભાના 250 મા અધિવેશનને સંબોધન કરતા પીએમ મોદીએ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આપણે ઘરોમાં અડચણને બદલે સંવાદનો માર્ગ પસંદ કરવો જોઈએ. તેમણે રાજ્યસભામાં કહ્યું કે હું બે પાર્ટી એનસીપી અને બીજેડીની પ્રશંસા કરવા માંગુ છું. આ દળોએ સંસદીય નિયમોને ખૂબ જ અનુશાસિત રીતે પાલન કર્યુ છે. તેઓ ક્યારેય પણ વેલમાં નથી આવ્યા.  જો કે તેમ છતા તેમણે ખૂબ પ્રભાવશાળી રીતે પોતાની વાત મુકી ચેહ્ મારી સાથે જ અન્ય દળોએ પણ તેમની જોડેથી શીખ લેવી જોઈએ.