મહારાષ્ટ્રમાં ખુરશી ખેંચતાણ તીવ્ર બની, પવારને મળીને માતોશ્રી પહોંચ્યા સંજય રાઉત

sanjay raut
Last Modified બુધવાર, 6 નવેમ્બર 2019 (12:08 IST)
ઉદ્ધવને મળવા પહોંચેલા સંજય રાઉત એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કર્યા પછી સંજય રાઉત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા તેમના રહેઠાણ માતોશ્રી પહોંચી ગયા છે. આ પહેલા પવારને મળ્યા પછી રાઉતે કહ્યુ કે પવાર એક સીનિયર નેતા છે તે રાજનીતિક પરિસ્થિતિઓને લઈને ચિંતિત હતા. અમારી બંને વચ્ચે ચર્ચા થઈ છે. હવે સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચી ગયા છે.

મુખ્યમંત્રી પદ પર જીદે ચઢી શિવસેના
- બીજેપીના પ્રસ્તાવવાળા નિવેદન પર શિવસેનાએ કહ્યુ છે કે મુખ્યમંત્રી પર પર જે સહમતિ બની હતી તેના પર અમે ચૂંટ્ણી લડી હતી. એ જ આધાર પર ગઠબંધન થયુ હતુ. રાઉતે કહ્યુ છે કે કોઈ પ્રસ્તાવ ન તો આવશે કે ન જશે. જે પસ્તાવ નક્કી થયો હતો ફક્ત તેના પર જ વાત થવી જોઈએ.

શરદ પવારને મળ્યા સંજય રાઉત - મહારાષ્ટ્રમાં સરકાર રચવ પર પિક્ચર ક્લિયર નથી થઈ રહ્યુ. બીજેપી અને શિવસેના તરફથી સતત નિવેદન થઈ રહ્યા છે પણ અત્યાર સુધી બંને દળ કોઈ ઠોસ પરિણા પર પહોંચી નથી. અહી સુધી કે ચૂંટણી પરિણામો પછી બંને વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને જે ખેચતાણ શરૂ થઈ હતી તે આજે પણ એવી જ છે. આ દરમિયાન શિવસેના અને એનસીપી વચ્ચે વાતચીત અને મુલાકાતનો સમય પણ સતત ચાલી રહ્યો છે. આજે એકવાર ફરી શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી


આ પણ વાંચો :